ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, 26 થી 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી શિયર ઝોન કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ નવસારી, ડાંગ, વલસાડમાં આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ...
03:08 PM Sep 24, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Heavy Rain Update
  1. અમદાવાદ હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
  2. શિયર ઝોન કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  3. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ
  4. નવસારી, ડાંગ, વલસાડમાં આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં શિયર ઝોન સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી

ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શિયર ઝોન સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 26, 27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાની સવારી આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat માં લેપ્ટોસ્પાયરોસિસના વધુ બે કેસ નોંધાયા, જાણો કેવી રીતે ફેલાય છે આ રોગ

ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ

આ સાથે આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. તો નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ ફરી એકવાર પાણીમાં તરબોળ થવાના છે. આ સાથે 26 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: HNGU યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, આદિજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાંથી નીકળ્યો દેડકો

અમદાવાદમાં ગઈ કાલની સરખામણીએ આજે એક ડિગ્રી તાપમાન વધ્યું

અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા વધુ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, ગઇ કાલની સરખામણીએ આજે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે, કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. કચ્છમાં અત્યારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, માતાએ ઠપકો આપ્યો તો બાળકે ઘર છોડી દીધું અને...

Tags :
Gujarat Heavy Rain NewsGujarat Heavy rain UpdateGujarat Rain UpdateGujarati Newsheavy rain forecastHeavy rain forecast UpdateHeavy rain UpdateVimal Prajapati
Next Article
Home Shorts Stories Videos