Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Tribal Day: દાહોદના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક, હજારોની સંખ્યામાં લોકો જોડાયા

રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા વિશ્વ આદિવાસી દિવસની દાહોદ ખાતે ઉજવણી ઓજારો, હથિયારો, વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા World Tribal Day: દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્રારા વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day)ની ઉજવણીના ભાગરૂપે વિશાળ આદિવાસી સાંસ્ક્રુતિક...
world tribal day  દાહોદના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક  હજારોની સંખ્યામાં લોકો જોડાયા
  1. રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા
  2. વિશ્વ આદિવાસી દિવસની દાહોદ ખાતે ઉજવણી
  3. ઓજારો, હથિયારો, વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા

World Tribal Day: દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્રારા વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day)ની ઉજવણીના ભાગરૂપે વિશાળ આદિવાસી સાંસ્ક્રુતિક રેલી કાઢી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હજારોની સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતા. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજના રીતરિવાજ, રહેણીકરણી, વાજિંત્રો, પહેરવેશ તમામ બાબતે એક અલગ જ જોવા મળે છે. આખી આદિવાસી સંસ્કૃતિ એક અલગ જ જોવા મળે છે ત્યારે આજના આ યુગમાં નવી પેઢીમાં મહદ અંશે સંસ્કૃતિ વિસરાતી જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો: સદીઓ જૂની છે આ આદિવાસી માટી કળા, હજી પણ અનેક લોકોની છે રોજીરોટી

Advertisement

દાહોદમાં આદિવાસી સાંસ્ક્રુતિક રેલીનું ભવ્ય આયોજન

પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતીને જીવંત રાખવા માટે આદિવાસી સમાજ પરિવાર દ્રારા આગેવાનો દ્રારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આજે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day)ની ઉજવણી આદિવાસી સમાજ દ્રારા ધૂમધમથી કરવામાં આવે છે અને આ દિવસે દાહોદમાં આદિવાસી સાંસ્ક્રુતિક રેલીનું આયોજન થાય છે. રેલીમાં આદિવાસી સમાજની રહેણીકરણી, રીતરિવાજોની ઝલક જોવા મળે છે. આદિવાસી સમાજના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત નૃત્યો સાથે રેલીમાં જોડાય છે આજની રેલીમાં હજજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને આશરે બે કિલોમીટર લાંબી રેલી યોજાઇ હતી.

Advertisement

આ પણ વાંચો: ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

દિવાસી ઢોલ ઉપર આદિવાસી નૃત્ય સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા

દાહોદ શહેરમાં પણ પૂર્વજો ખત્રિની પુજા અર્ચના બાદ વિશાળ આદિવાસી સાંસ્ક્રુતિક રેલી યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ આદિવાસી સમાજના લોકો આવ્યા હતા. પરંપરાગત આદિવાસી પોષાકમાં સજ્જ થઈ આદિવાસી સમાજના પરંપરાગત ઓજારો, હથિયારો, વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં ટેબ્લો બનાવવામાં આવ્યા હતા. આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબના જીવન જરૂરિયાતની તેમજ ઘર વપરાશની વસ્તુઓ ણ મૂકવામાં આવી હતી. દિવાસી ઢોલ ઉપર આદિવાસી નૃત્ય સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. શહેરમાં રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો. હર્ષોલ્લાસ સાથે આદિવાસી સમાજે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day)ની ઉજવણી કરી હતી.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: ‘તારે મારી સાથે જ...’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન

Tags :
Advertisement

.