Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વ ચકલી દિવસ : જાણો શા માટે આજે ચકલીઓને જોવું પણ બન્યું દુર્લભ

છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર પંથકમાં લુપ્ત થતી ચકલીઓને લઈ આજે 20 માર્ચના દિવસે જ્યારે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય ત્યારે એક જમાનાનું ગાઢ  જંગલો અને પર્વતોની હાર માળા વચ્ચે વસેલ છોટાઉદેપુર વિસ્તારની કેટલીક યાદો તાજી કરવી પ્રાસંગિક...
08:49 PM Mar 19, 2024 IST | Harsh Bhatt

છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર પંથકમાં લુપ્ત થતી ચકલીઓને લઈ આજે 20 માર્ચના દિવસે જ્યારે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય ત્યારે એક જમાનાનું ગાઢ  જંગલો અને પર્વતોની હાર માળા વચ્ચે વસેલ છોટાઉદેપુર વિસ્તારની કેટલીક યાદો તાજી કરવી પ્રાસંગિક થઈ પડે છે.
આંગણામાં ચકલીઓનો કલબલાટ સૌને ગમે, પરંતુ માનવજાતની બેદરકારી, ઉદાસીન વલણ અને બેફામ શહેરીકરણને કારણે આ નાનકડા પ્યારા પક્ષી, પ્રકૃતિની આ સુંદરતમ રચનાનું અસ્તિત્વ આજે જોખમમાં આવી ગયું છે. ચકલી પક્ષી પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યું છે.

20 માર્ચે દુનિયાભરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે

આ પક્ષીઓની જાતિને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે દુનિયાભરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દુનિયાભરમાં લોકોને એમનાં ઘરઆંગણામાં, બાલ્કનીમાં કે અગાસી પર ચકલીઓ તથા અન્ય પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરીને તેમજ ચણ નાખતા રહીને એમનું રક્ષણ કરવા અને પક્ષીઓ માળા બાંધીને રહી શકે એ માટે વધુને વધુ ઝાડ ઉગાડી સુરક્ષિત, આદર્શ વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

શહેરના આધુનિક વિકાસમાં ચકલીઓને જોવું પણ દુર્લભ બની ગયું

અગાઉ એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં જ ચકલા-ચકલીઓ ચીં..ચીં..કરીને આવતા અને તેમને ચોખા નાખવામાં આવતા હતા. પરંતુ આજે એ દૃશ્યો અને ચકલીઓ લુપ્ત થઈ રહી છે. શહેરના આધુનિક વિકાસમાં ચકલીઓને જોવું પણ દુર્લભ બની ગયું છે. ચકલીઓને બચાવવા માટે અનેક વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ પ્રયત્ન કરી રહ્યા છે. અને છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પણ વખતો વખત ચકલીઓના બેસવા રૂપકડા ચકલીઘરો બનાવીને નિ:શુલ્ક વિતરણ કરે છે.

આ અંગે પર્યાવરણ પ્રેમી તેમજ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઇ રાઠવા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળી આવેલ કે ચકલી જીવના લુપ્ત થવા પાછળના ઘણા બધા કારણોમાના કારણોમાં વૈભવશાળી મકાનોમાં જે અગાઉના જમાનામાં પશુ પક્ષીઓ માટે ચબૂતરા રાખવામાં આવતા તે હવે નવી ફેશન અને આધુનિક આંધળી દોટમા નામશેષ થવા પામ્યા છે. આ સાથે રેડીએશનના વધતા પ્રમાણના કારણને પણ અવગણી શકાય નહીં. આ સાથે ગ્લોબલ વોર્મિંગ અને ભૂમિ પ્રદૂષણ જલ પ્રદુષણ વાયુ પ્રદુષણના અગણિત કારણોને લઈ ધીરે ધીરે ચી .....ચી કરતી ચકલીનો કલરવ નાશના આરે છે.

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો : Jamnagar: રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા
Tags :
birdChhota UdepurextinctGujaratGujarat FirstIndiasave sparrowTodaywild lifeWorld Sparrow Day
Next Article