Women's Day Special Story : આત્મનિર્ભર બની આ મહિલાએ સાબિત કર્યું તે અબળા નથી પરંતુ સબળા છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. 8 માર્ચનો દિવસ મહિલાઓના સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક અને સામાજીક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે. ત્યારે એવી સાહસિક અને અતૂટ આત્મવિશ્વાસ સભર યુવતીની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જેને જીવનના દરેક ક્ષણને પોતે જન્મજાત દિવ્યાંગ હોવા છતાં મૂલ્યવાન સમજી અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે. અને હાલ આત્મનિર્ભર બની મહિલાએ અબળા નથી પરંતુ સબળા છે, તેનો જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે.
ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ મુલાકાત કરવા છોટાઉદેપુર તાલુકાના ખજુરીયા ગામની યુવતી તૃપ્તિ રાઠવા પાસે પહોંચી

છોટાઉદેપુર તાલુકાના ખજુરીયા ગામે એક સામાન્ય પરિવારમાં ઉછરેલ તૃપ્તિ રાઠવા એ જન્મજાત બોલી શકતી નથી કે સાંભળી શકતી નથી. તેના પરિવારમાં માતા-પિતા તેમજ એક બહેન અને એક ભાઈનો સમાવેશ થાય છે. તૃપ્તિએ ધોરણ 12 સુધીનું શૈક્ષણિક અભ્યાસ મેળવ્યો છે. તો અનેક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત સાહસિક ખેલકૂદ દોડ તેમજ એથ્લેટિક્સ રમતોમાં અનેરી સિદ્ધિઓ હાંસલ કરી 40થી વધુ પ્રમાણપત્રો મેળવ્યા છે. જેને લઇ ખજુરીયા ગામ તેમજ છોટાઉદેપુર તાલુકાનું ગૌરવ પણ વધારેલ છે.
તૃપ્તિ પરિવારમાં સભ્યોને સહકાર આપવા ખેતી કામમાં પણ મદદ કરે છે
તૃપ્તિએ પરિવારના સભ્યોની સાથે દરેક કાર્યમાં મદદરૂપ થવાની સાથે ગ્રામીણ કક્ષાએ પોતાનું સૌંદર્ય પ્રસાધન કેન્દ્રને પણ વિકસાવી ગામ તેમજ આજુબાજુના ગામોની મહિલાઓ અને યુવતીઓને સૌંદર્ય પ્રસાધનની સેવાઓ પૂરી પાડે છે. તેમજ પરિવારને પણ એક મોટો આર્થિક સહકાર પૂરો પાડે છે.તૃપ્તિએ આત્મ નિર્ભરના સરકારના સપનાને સાકાર કરવાના પુરુષાર્થને વેગ આપતી દિશામાં જોવાઈ રહી છે.
તૃપ્તિ ખાસ કરીને ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં વસ્તી એવી મહિલાઓ કે જે જીવનના નાના-મોટા ચઢાવ ઉતારમાં નાસીપાસ થઈ જાય છે, કે કેટલાક ખોટા નિર્ણયોને અંજામ આપી દે છે. તેવી તમામ મહિલાઓ માટે એક દ્રષ્ટાંત રૂપ સાબિત થઈ પડે છે. અને સંદેશ પણ પૂરું પાડે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિતના થઈ સાહસ, ધેર્ય અને આત્મવિશ્વાસથી દરેક સંઘર્ષને પણ એક ઉમદા અવસરમાં બદલીને જીવનને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર કાઢી જીવનનો આનંદ માણી શકાય છે. તૃપ્તિએ જીવનને મૂલ્યવાન સમજી અનેક સિધ્ધિઓ હાંસલ કરી અને હાલ આત્મ નિર્ભર બની મહિલાએ અબળા નથી પરંતુ સબળા છે તેનો જીવંત ઉદાહરણ પૂરી પાડી રહી છે. આમ તૃપ્તિએ જીવનમાં આત્મનિર્ભર બની સમાજમાં સ્ત્રી શક્તિ અંગેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અહેવાલ - તોફીક શેખ
આ પણ વાંચો : પંચમહાલ : 1000 થી વધુ રામભક્તો અયોધ્યા રામ મંદિર દર્શનાર્થે ડેરોલ સ્ટેશનથી રવાના થયા