Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો, શ્રમિક યુવકની થઈ ઘાતકી હત્યા

36 વર્ષીય પપ્પુ પાસવાન નામના શ્રમિકની થઈ હત્યા શ્રમિક યુવકની હત્યાના આરોપીમાં બેની ધરપકડ વલસાડ પોલીસે કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો Valsad: ગુજરાતમાં અત્યારે ગુનાખોરીના બનાવો ખુબ જ વધી રહ્યા છે. જો કે, તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી...
valsad  પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો  શ્રમિક યુવકની થઈ ઘાતકી હત્યા
  1. 36 વર્ષીય પપ્પુ પાસવાન નામના શ્રમિકની થઈ હત્યા
  2. શ્રમિક યુવકની હત્યાના આરોપીમાં બેની ધરપકડ
  3. વલસાડ પોલીસે કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો

Valsad: ગુજરાતમાં અત્યારે ગુનાખોરીના બનાવો ખુબ જ વધી રહ્યા છે. જો કે, તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પતિ અને પત્નીના સંબંધને જનમો જનમનો સંબંધ ગણવામાં આવે છે. પરંતુ વલસાડમાં પણ એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે. તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી છે. ત્યારે શું છે આખી ઘટના? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ ...

Advertisement

વલસાડ (Valsad)ના અબ્રામા રોડ પર નવા બની રહેલા આ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 25 માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે. જેમાં મૂળ બિહારના શેખપુરાના 36 વર્ષીય પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો. બે દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની કોઈએ માથાના ભાગે હથોડા અને લોખંડની પાઇપના ઉપરાછાપરી ઘા મારી અને તેની ઘાતકી હત્યા નીપજાવી હોવાની ઘટના બની હતી. સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતા અન્ય એક શ્રમિક દંપત્તિ પણ રાતથી ગાયબ હોવાનું જાણવા મળતા વલસાડ પોલીસે તેમને શોધવા પણ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: મેરઠમાં મોટી દુર્ઘટના; 3 માળનું મકાન ધરાશાયી, અંદાજે 10 લોકો કાટમાળ નીચે દટાયા

સૌપ્રથમ પોલીસને ઘટના બાદથી ફરાર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા તેમણે તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંઝી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી. વિકાસ માંઝિ અને તેની પત્ની ચંપાદેવીને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગાંવ એક રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા. બંનેને વલસાડ લાવી તપાસ કરતા હત્યાનું રહસ્ય ખુલ્યું હતું.

Advertisement

પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

આરોપી વિકાસ માંઝીની ધરપકડ બાદ વલસાડ પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, મૃતક પપ્પુ પાસવાન અને આરોપી વિકાસ માંઝી બંને બિહારમાં નજીકના ગામમાં જ રહેતા હતા. મૃતક પપ્પુ પાસવાન થોડા દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો જ્યાં તેણે આરોપી વિકાસ માંઝી અને તેની પત્ની ચંપા દેવીને કામ અપવાના બહાને Valsad લઈ આવ્યો હતો. જો કે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી ચંપાદેવી વતનમાં એક સાયકલ રેસમાં દરમિયાન પરિચિત થયા હતા અને મોબાઈલ નંબરની આપ લે બાદ અવારનવાર તેમના વચ્ચે વાતચીત થતી હતી. આ બંને વચ્ચે આડા સંબંધ પાગર્યા રહ્યા હતા. આથી પોતાની પ્રેમિકાને સાથે જ રાખવા તેમને કામના બહાને વલસાડ બોલાવ્યા હતા.

આ પણ વાંચો: ત્રણ ઘટનાઓની ચોંકાવનારી હકીકત! સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી સગીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

નોંધનીય છે કે, અહીં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની રહેલી આ નવી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા. આરોપી વિકાસ માંઝી અહી પોતાની પત્ની સાથે રહેતો હતો. જોકે, બનાવની રાત્રે મૃતક પપ્પુ પાસવાન આરોપી વિકાસ માંઝીની પત્ની સાથે કથિત હાલતમાં તેને વિકાસ જોઈ ગયો હતો. ત્યારબાદ પત્નીને ઉઠાડીને પત્ની સાથે મલી બંને એ પપ્પુ પાસવાનના માથામાં હથોડા અને લોખંડના પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આમ આરોપીની પત્ની સાથેના આડા સંબંધ ના કારણે જ મૃતક પપ્પુ પાસવાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

2 ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વલસાડ પોલીસે અત્યારે વિકાસ માંઝી અને તેની પત્ની ચંપા દેવીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કડક અને દાખલા રૂપ સજા થાય તે માટે પોલીસ તમામ પુરાવા એકત્રિત કરી રહી છે. જોકે આમ ફરી એક વખત આડા સંબંધોનું પરિણામ લોહિયાળ જ આવ્યું છે. આડા સંબંધોના કારણેજ એક શ્રમિક દ્વારા સાથી શ્રમિકની હથોડાના ઝીંકીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

અહેવાલઃ રિતેશ પટેલ, વલસાડ

આ પણ વાંચો: ક્રિમીનલ વૃતિના નિવૃત્ત આર્મી મેનને બેગ ચોરી ભારે પડી, શરીર સુખ અને પૈસાની લાલચે ગુનાહિત કુંડળી ખોલી નાખી

Tags :
Advertisement

.