Godhra: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી
- પોલીસે ચોરી કરનાર યુવક સામે ગુનો નોંધી અટકાયત કરી
- યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે
- ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી
Godhra: ગોધરામાં એક યુવકને કારના બોનેટ પર બાંધીને માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગોધરા (Godhra)માં યુવકને કાર સાથે બાંધી વીડિયો વાયરલ કરવા મામલે પોલીસે ચોરી કરનાર યુવકની ધરપકડ કરી છે. એક યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે છે. ગોધરા પોલીસે ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. મહત્વનુ છે કે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક યુવકને કારના બોનેટ પર બાંધી ફેરવવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: VADODARA : પૂરમાંથી બહાર આવેલા શહેરને પુન: ધબકતુ કરવા ગૃહમંત્રીની "રાતપાળી"
વીડિયો ગોધરાના કંકુથંભલાનો હોવાનું સામે આવી આવ્યું
મળતી વિગતો પ્રમાણે આ વીડિયો ગોધરા (Godhra)ના કંકુથંભલાનો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં એક યુવકને કારના બોનેટ પર બાંધી દીધો હતો. આ ઘટનાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ આ મામલે તપાસ કરીને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ જે યુવકને કારના બોનેટ પર બાંધવામાં આવ્યો હતો તેની સામે પણ કેસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Asana Cyclone: કચ્છ પર થી વાવાઝોડાનો ખતરો ટળ્યો! વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું
દુકાનદારે યુવક સાથે મારપીટ કરી હતી અને પછી...
આ વીડિયો વાયરલ થવાના કારણે અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, એક યુવક જંતુનાશક અને ખાદ્યપદાર્થોની દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. પહેલા દુકાનદારે યુવક સાથે મારપીટ કરી હતી અને પછી પોતાના સાથીદારો સાથે મળીને યુવકને કારના બોનેટ પર બાંધી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પર અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Chotaudepur: ભારે વરસાદ બાદ જિલ્લામાં ખેતરોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગનો સર્વે