Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગિફ્ટ સિટીમાં દારૂની રેલમછેલ અંગે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ શું કહ્યું, વાંચો આ અહેવાલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તેમ છતાં રાજ્યભરમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે આપણે પોલીસ દ્વારા દારૂનો જથ્થો અથવા બુટલેગરની ઘરપકડ અંગેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે એવા...
ગિફ્ટ સિટીમાં દારૂની રેલમછેલ અંગે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ શું કહ્યું  વાંચો આ અહેવાલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તેમ છતાં રાજ્યભરમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે આપણે પોલીસ દ્વારા દારૂનો જથ્થો અથવા બુટલેગરની ઘરપકડ અંગેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે એવા આરોપ લાગે છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. પરંતુ, હવે રાજયમાં દારૂને લઈને રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા 22 ડિસેમ્બરના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂ મામલે છૂટ આપવામાં આવી છે. તેના અંતર્ગત ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમ આ ચૂકાદો આપી રાજ્યના નાગરિકોને ચોંકાવી નાખ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પાટનગરમાં ગિફ્ટ સીટીની અંદર દારૂ પીવા પર છૂટ આપવામાં આવી છે.

Advertisement

પાટનગર ગાંધીનગરમાં દારૂ મામલે છૂટ આપવામાં આવતા અલગ નેતાઓ, સાધુ - સંતો અને સામાન્ય નાગરિકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ બાબત અંગે પોતાનો અણગમો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે - 'મારું અંગત એવું માનવું છે કે આ નિર્ણય અયોગ્ય છે, પરંતુ સરકારે તેમના આર્થિક ફાયદા હેતુથી કર્યું છે તો યોગ્ય છે'. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આ જ બાબત હોય તો પછી સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ, પરંતુ આ છૂટછાટથી ગુજરાતનું આધ્યાત્મિકતાનું સ્તર નીચું જશે.

Advertisement

આ પણ વાંચો --- ગાંઘીનગરમાં ચિયર્સની ચીંસો સંભળાશે, જાણો… ગેનીબેનનું મંતવ્ય

Tags :
Advertisement

.