Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી સમયમાં ગુજરાત (Gujarat)નું હવામાન બદલાવવાનું છે.
gujarat  ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે  દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી
  1. 10થી 14 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા
  2. 18થી23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું નિર્માણ થશે
  3. ચક્રવાતના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

Gujarat: ગુજરાતની અત્યારે ફરી એકવાર વાતાવરણ બદલાય તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી સમયમાં ગુજરાત (Gujarat)નું હવામાન બદલાવવાનું છે. અંબાલાલ પટેલે આગાહી કરી તે પ્રમાણે 7 નવેમ્બરથી ગુજરાત (Gujarat)નું હવામાન બદલાય તેવી શક્યતાઓ છે. જો કે, 20 નવેમ્બર સુધી રાજ્યમાં ગરમીનો અનુભવાશે. જો કે, ત્યારે બાદ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Botad: ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક પરિવારના લોકો વચ્ચે થઈ હિંસક મારામારી

ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી

મોટા ભાગે નવેમ્બર મહિનાથી ઠંડીનો અનુભવ થવા લાગે છે, આ મહિનાથી શિયાળો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે, ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. આ વખતે ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે, તેમાં પણ સાથે માવઠાની આગાહી તો કરવામાં આવી જ છે. જે શિયાળો દિવાળીના દિવસોમાં શરૂ થઈ જતો હતો તે હવે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને શિયાળું પાકમાં થોડી અસર રહેવાની છે.

Advertisement

આ પણ વાંચો: મુખ્યમંત્રી નીતિશ કુમારે મૌલાના આઝાદ મેમોરિયલ પાર્કનું નિરીક્ષણ કરીને આપ્યા નિર્દેશ

18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું નિર્માણ થશે

આગાહી પ્રમાણે 10 થી 14 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા જોવા મળી રહીં છે. આ સાથે સાથે 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું નિર્માણ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાતના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat)માં પણ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ

Tags :
Advertisement

.