Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad: આ ગામમાં થયો શિક્ષણનો બહિષ્કાર, શાળાને મારી દીધા તાળા

આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી કરાવવાની માંગ આચાર્યની બેદરકારીથી અભ્યાસ બગડતો હોવાનો આક્ષેપ શિક્ષણ નબળું હોવાનું શાળાના આચાર્યએ કર્યો સ્વીકાર Botad: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. બોટાદ (Botad)ના પીપળીયા ગામે શિક્ષણનો બહિષ્કાર કરાયો હોવાનું...
botad  આ ગામમાં થયો શિક્ષણનો બહિષ્કાર  શાળાને મારી દીધા તાળા
  1. આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી કરાવવાની માંગ
  2. આચાર્યની બેદરકારીથી અભ્યાસ બગડતો હોવાનો આક્ષેપ
  3. શિક્ષણ નબળું હોવાનું શાળાના આચાર્યએ કર્યો સ્વીકાર

Botad: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. બોટાદ (Botad)ના પીપળીયા ગામે શિક્ષણનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે. બોટાદ (Botad) ગઢડા તાલુકા (Gadhda taluka)ના પીપળીયા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળા બંધી કરી શિક્ષણનો બહિષ્કાર (boycotted education) કર્યો છે. નોંધનીય છે કે, આચાર્ય જ્યોત્સ્નાબેન ચાવડા (Jyotsnaben Chavda)ની બદલી કરાવવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી વિરોધ કરાયો હોવાનું સામે આવ્યું છે. આખરે આ કેમ ગ્રામજનો આ આચર્યનો વિરોધ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: આત્મહત્યા કે પછી હત્યા? ઘરેથી રોજકોટ જવાનું કહીને નીકળ્યા અને ચોટીલાથી મળી લાશ

શાળામાં પીવાના પાણી, ટોયલેટ સહિતની છે અસુવિધાઓ

સૂત્રો દ્વારા મળી જાણકારી પ્રમાણે શિક્ષણ કાર્યમાં અવારનવાર આચાર્યની બેદરકારીના કારણે બાળકોનો અભ્યાસ બગડતો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ લગાડ્યો છે. શાળામાં આચાર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્યમાં ધ્યાન આપવામાં ન આવતા શિક્ષણ નબળું હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. વાલીઓનું કહેવું છે કે, બાળકોને શાળાએ ભણવા માટે મોકલીએ છીએ પરંતુ શિક્ષણ કાર્ય પર ધ્યાન આપવામાં આવતું નથી. પ્રાથમિક શાળામાં હાલ શિક્ષણ નબળું હોવાનું શાળાનાં આચાર્યએ સ્વીકાર પણ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: કોલકાતા કાંડના ગુજરાતમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દેશ વ્યાપી હડતાલમાં...

શાળામાં કોમ્પ્યુટર છે પરંતું વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના શિક્ષણથી વંચિત

આ સાથે શાળામાં પીવાના પાણી,ટોયલેટ સહિત સુવિધાઓ પણ ના હોવાના આક્ષેપો છે. એટલું જ નહીં પરંતુ શાળામાં લાવેલા કોમ્પ્યુટર પણ ધુળ ખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, શાળાના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ગ્રામલોકો દ્વારા શાળાનાં આચાર્યને તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે શાળાની તાળા બંધી કરી દીધી છે. જ્યા સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્ય થી અળગા રાખવાનો ગામલોકોએ નિર્ણય કર્યો હોવાનું પણ સામે આવ્યુ છે.

Advertisement

આ પણ વાંચો: Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ

Tags :
Advertisement

.