Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Gujarat :ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે ભારત! ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં બન્યો પ્લાન

Vibrant Gujarat : હાલમાં એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat)  જોરશોરથી સફળ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઓલમ્પિકને લઈને માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ખેલ વિભાગ દ્વારા ઓલમ્પિક માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી...
07:58 AM Jan 10, 2024 IST | Hiren Dave
olympics

Vibrant Gujarat : હાલમાં એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat)  જોરશોરથી સફળ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઓલમ્પિકને લઈને માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ખેલ વિભાગ દ્વારા ઓલમ્પિક માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે જરૂરી મેદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ માટે દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેના માટે કયા પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હશે તેની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમજ આ સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે બિલ્ડીંગ,મેદાન અને રમત ગમતના સાધનો માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

એટલું જ નહીં આ માટે જરૂરી વિશ્વ કક્ષાની રમતો માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. ઓલમ્પિક માટે ગુજરાતમાં GOLYMPIC ની સ્થાપના કરવામાં આવી છે.

વિશ્વ લેવલની રમતો માટે ગોલમ્પિક ની સ્થાપના કરાઈ

વિશ્વ લેવલની રમતો માટે ગોલમ્પિક ની સ્થાપના કરાઈ છે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક એસપીવીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે.

 

2036 સમર ઓલિમ્પિક ગેમ્સ હોસ્ટ કરવા ગુજરાત તૈયાર!

ગુજરાત સરકાર 2036 સમર ઓલિમ્પિક ગેમ્સ માટે હોસ્ટિંગ અધિકારો મેળવવા પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર આ માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવશે. આ માટે એક અલગ કંપની બનાવવામાં આવી છે.

 

6000 કરોડનો ખર્ચ થશે

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ પર રૂ. 6,000 કરોડનો ખર્ચ કરશે. આટલા બજેટ સાથે આ માટે એક અલગ કંપની બનાવવામાં આવી છે. રાજ્ય સરકારે લગભગ 3 મહિના પહેલા ‘ગુજરાત ઓલિમ્પિક્સ પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ’ની રચના કરી છે. તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની એક બેઠક પહેલાથી જ યોજાઈ ચૂકી છે. આ કંપનીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ ફેર-2024’માં પણ તેનું પેવેલિયન સ્થાપ્યું છે. આ વેપાર મેળાનું મંગળવારે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

 

મોટેરામાં સ્પોર્ટ્સ સિટી વિકસાવવામાં આવશે

આ કંપનીનું કામ મુખ્યત્વે અમદાવાદના મોટેરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની આસપાસના વિકાસનું રહેશે. કંપની અંદાજે 350 એકર વિસ્તારના વિકાસ કાર્યનું ધ્યાન રાખશે.

 

PM મોદીની સપનું

અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવાના સપનાને સાકાર કરવા માટે, અમે મોટેરા અને તેની આસપાસના 350 એકરમાં ફેલાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને વિકસાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પ્રથમ ડીપીઆર ઓપન બિડિંગ દ્વારા ડિઝાઇન ફર્મ પાસેથી બનાવવામાં આવશે. ત્યાર બાદ 350 એકર વિસ્તારમાં 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

 

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 2030 સુધીમાં તૈયાર કરાશે!

કંપનીએ તાજેતરમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ડિઝાઇન માટે કંપનીઓની પસંદગી કરવા માટે બિડ આમંત્રિત કર્યા છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 6000 કરોડ રૂપિયા થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ 2030 સુધીમાં પૂર્ણ કરવું પડશે જેથી ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે પોતાનો દાવો દાખવી શકે.

 

આ પણ વાંચો - સૌરાષ્ટ્રના પ્રથમ ડીફેન્સ મશીન્સ ઉત્પાદન એકમ માટે VIBRANT SUMMIT માં થશે MOU

 

Tags :
Ahmedabadgolympic establishedGujaratIndiaOlympicPM Modi Gujarat Visitpm modi gujarat visit todayPM Modi In Gujaratpm modi in vibrant gujarat summitpm modi vibrant gujarat global summitVibrant GujaratVibrant Gujarat Global Summitvibrant gujarat global summit 2023Vibrant Gujarat Global Summit-2024Vibrant Gujarat SummitVibrant Gujarat Summit 2024
Next Article