Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ankleshwar: બુટ પહેરતા પહેલા ચેતી જજો, નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ

અંકલેશ્વરમાં બુટમાં સંતાયેલો સાપ ઝડપી પાડવામાં આવ્યો ચોમાસાની ઋતુમાં સાપ નીકળવાની ઘટનામાં વધારો થયો બુટ પહેરતા લોકોએ પણ બુટ ખંખેરી ચેક કરીને પહેરવા Ankleshwar: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ઉભયજીવી જીવજંતુઓ પોતાનું સ્થાન છોડી બહાર...
ankleshwar  બુટ પહેરતા પહેલા ચેતી જજો  નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ
  1. અંકલેશ્વરમાં બુટમાં સંતાયેલો સાપ ઝડપી પાડવામાં આવ્યો
  2. ચોમાસાની ઋતુમાં સાપ નીકળવાની ઘટનામાં વધારો થયો
  3. બુટ પહેરતા લોકોએ પણ બુટ ખંખેરી ચેક કરીને પહેરવા

Ankleshwar: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ઉભયજીવી જીવજંતુઓ પોતાનું સ્થાન છોડી બહાર આવી જતા હોય છે. અંકલેશ્વર (Ankleshwar)ના કોસમડી રુદ્રાક્ષ રેસીડેન્સીમાંથી બુટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ સર્જાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, સાપ જોવા મળતા જીવદયા પ્રેમી કમલેશ પટેલ દ્વારા સાપને ઝડપી પાડવામાં આવ્યો. નોંધનીય છે કે, અત્યારે ચોમાસાની ઋતુમાં સાપ નીકળવાની ઘટનામાં વધારો થયો છે. જેથી દરેક લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

Advertisement

આ પણ વાંચો: ગુજરાતનું મસૂરી અને સ્વર્ગનો અનુભવ કરાવતું સ્થળ એટલે સાબરકાંઠાનું Polo Forest

અંકલેશ્વરમાં બુટમાં સંતાયેલો સાપ ઝડપી પાડવામાં આવ્યો

ભરૂચ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થતાં જ જમીનના દરોમાં રહેતા સરીસૃપો બહાર આવતા હોય છે. ત્યારે હવે બુટ પહેરતા લોકોએ પણ બુટ ખંખેરી ચેક કરીને પહેરવા પડશે. કારણ કે, અંકલેશ્વર (Ankleshwar)માં બુટમાં સંતાયેલો સાપ ઝડપી પાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જો તકેદારી રાખવામાં ના આવી હોત તો સાપ કરડી જવાનો હતો. પરંતુ તકેદારી રાખતા જીવ બચી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Gondal: સતત બીજા વર્ષે યોજાઈ શિવ નગરયાત્રા, શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ગોંડલમાં ઉમટ્યા શિવ ભક્તો

બુટ પહેવા ગયા અને સાપ ફેળ કાઢીને...

ચોમાસામાં વરસાદ વરસવાના કારણે જમીન ઠંડી થતી હોય છે. જેના કારણે જમીનમાં રહેતા જીવજંતુ અને સરીસુપો બહાર આવતા હોય છે. આવું જ અંકલેશ્વર (Ankleshwar) પંથકમાં આવેલ કોસમડી ગામના રુદ્રાક્ષ રેસીડેન્સીમાં રહેતા એક પરિવારના ઘરે બુટમાં સાપ સંતાયેલો હોય અને ફેણ કાઢીને બેઠો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેથી માલિકે તાત્કાલિક જીવદયાપ્રેમી કમલેશ પટેલને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને બુટમાં રહેલા સાપને બહાર કાઢ્યો હતો. એટલા માટે જ ચોમાસાની સિઝનમાં બુટ મોજડી પહેરતા હોય તો અંદર કોઈ જીવજંતુ છે કે, કેમ તે તપાસીને પહેરવું જરૂરી બની ગયું છે.

Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Mahemdavad: સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગને લઈને આવી છે માન્યતા

Tags :
Advertisement

.