Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ઝઘડિયાના સારસા ગામે બન્ને રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનો અટવાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે બન્ને રેલવે ગરનાળાઓમાં આજે ઘુંટણથી ઉપરસમા પાણી ભરાતા એક તરફથી બીજી તરફ જવા આવવા વાળા વાહનચાલકો અને લોકો કલાકો સુધી અટવાયા હતા. ચોમાસાની શરુઆતેજ અત્રેથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પરના ઘણા ગરનાળાઓમાં...
bharuch   ઝઘડિયાના સારસા ગામે બન્ને રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનો અટવાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે બન્ને રેલવે ગરનાળાઓમાં આજે ઘુંટણથી ઉપરસમા પાણી ભરાતા એક તરફથી બીજી તરફ જવા આવવા વાળા વાહનચાલકો અને લોકો કલાકો સુધી અટવાયા હતા. ચોમાસાની શરુઆતેજ અત્રેથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પરના ઘણા ગરનાળાઓમાં પાણી ભરાતા લોકોએ ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.

Advertisement

સારસા બસ સ્ટેન્ડ નજીક મુખ્ય ધોરીમાર્ગને ગામના રસ્તા સાથે જોડતા ગરનાળામાં ઘુંટણથી ઉપર સુધીનું પાણી ભરાતા એક તરફથી બીજી તરફ જવા આવવા વાળા વાહનચાલકો અને સ્થાનિક લોકોને કલાકો સુધી અટવાવું પડ્યું હતું. જ્યારે સારસા ગામના ગુલિયાપરા ફળિયા નજીક મુખ્ય ધોરીમાર્ગને ઉમધરા સંજાલી પંથકના ગામો સાથે જોડતા રસ્તા પરના ગરનાળામાં પણ પાણીનો મોટો જથ્થો જમા થતાં ઉમધરા સંજાલી તરફ જવા આવવાવાળા વાહનો અને રાહદારીઓ અટવાયા હતા.

Advertisement

ઉલ્લેખનીય છેકે ચોમાસા અગાઉ જ રેલવે દ્વારા ગરનાળાઓનું નીચેનું લેવલ પાણી નીકળવાના રસ્તાને સમાંતર બને એ રીતની કામગીરી કરવામાં આવી હતી, પરંતું એ કામગીરી પોકળ સાબિત થઇ હતી અને રેલવે સત્તાવાળાઓનો અણઘડ વહિવટ સામે આવ્યો હતો. ઉમધરા સંજાલી તરફ જવાવાળા કેટલાક વાહનચાલકો ઉમલ્લા થઇને લાંબો ચક્રાવો લઇને જતા પણ નજરે પડ્યા હતા. હજુ ચોમાસાની શરુઆત થઇ છે ત્યારે શરુઆતેજ ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો.

Advertisement

ચોમાસા અગાઇ જે કામગીરી રેલવે દ્વારા કરવામાં આવી તેનો કોઇ અર્થ નહિ રહેતા આના પહેલા જે સ્થિતિ હતી તેમાં અત્યાર કરતા ઓછી સમસ્યા દેખાતી હતી એમ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે રેલવે દ્વારા ચોમાસા અગાઉ લાખો રુપિયાનો ખર્ચો કરીને જે કામગીરી કરવામાં આવી તેનો કોઇ અર્થ સર્યો નથી, ઉલટાનું સમસ્યા વધી ગઇ હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. રેલવે સત્તાવાળાઓ દ્વારા ગરનાળામાં ભરાતું પાણી બહાર કાઢવા કોન્ટ્રાક્ટ પણ અપાતા હોવાનું જાણવા મળ્યું હતું,ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની આમા કઇ રીતની ભુમિકા ગણવી એ બાબતે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર માટે આગામી 24 કલાક ભારે, હવામાન વિભાગની આગાહીથી લોકોમાં મચ્યો ‘હાહાકાર’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.