Vav Assembly by-Election: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા
- સવારે 8 થી 8.30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી
- 8.30 વાગ્યાથી EVMની રાઉન્ડની મતગણતરી હાથ ધરાશે
- વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે આવશે પરિણામ
Vav Assembly by-Election: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે દરેક ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ લીડ સાથે જીતની સ્વરૂપજી ઠાકોરે આશા વ્યકત કરી છે. પાલનપુરમાં પાાતળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોર મતગણતરી કેન્દ્ર પર નીકળ્યાં છે.
આ પણ વાંચો: વટની લડાઈમાં આજે આવશે પરિણામ! Gujarat First પર મળશે પળેપળની માહિતી
પહેલા 30 મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે
નોંધનીય છે કે, આજે સવારે 8 વાગે મતગણતરી થવાની છે. આ મતગણતરી જગાણા ખાતે થઈ રહીં છે. વિગતે વાત કરીએ તો, સવારે 8 પહેલા 30 મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ, 8.30 વાગ્યાથી EVM મતગણતરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, કુલ 23 રાઉન્ડમાં આ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ વાવ વિધાનસભા બેઠકના ઉમેદવારની જીત નક્કી થશે. જો કે, સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, આ વખતે 100 ટકા કમળ ખિલવાનું જ છે.
આ પણ વાંચો: Maharashtra:ચૂંટણી પરિણામ પહેલા ફડણવીસ અને મોહન ભાગવતની બેઠક
વાવ વિધાનસભાની બાજીગર કોણ?
જો કે, મહત્વની વાત એ છે કે, હાત તો ત્રણેય ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે, પરંતુ આખરે જીત કોની થયા છે તે તો આજે મતગણતી બાદ જ ખબર પડશે. અત્યારે તો બાદ પરિણામ ક્યારે જાહેર થશે તેની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાત ફર્સ્ટ પર તમને વાવ વિધાનસભાની પેટાટચૂંટણીની પળેપળની અપડેટ મળતી રહેશે.
આ પણ વાંચો: Surat : સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત