Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિજયાદશમી પર્વની પરંપરા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું

અહેવાલ - પીન્ટુ પટેલ,ડભોઇ ડભોઇ પોલીસ દ્વારા આજે વિજયાદશમીના પર્વની અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને ડભોઇ પોલીસની હાજરીમાં ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇ પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ડભોઇ પોલીસ...
10:28 PM Oct 24, 2023 IST | Maitri makwana

અહેવાલ - પીન્ટુ પટેલ,ડભોઇ

ડભોઇ પોલીસ દ્વારા આજે વિજયાદશમીના પર્વની અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને ડભોઇ પોલીસની હાજરીમાં ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇ પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ડભોઇ પોલીસ દ્વારા અનુલક્ષી પ્રતિ વર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા.અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી આકાશ પટેલ તેમજ ડભોઇ પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિતિમાં શસ્ત્રોનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ ડભોઇ પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે પોલીસ જવાને પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.ડભોઇ પોલીસ બેડામાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ અધિકારીઓ પૂજામાં વિધિમાં જોડાયા હતા. અને શાસ્ત્રોક મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કર્યું હતું.

આસો સુદ દસમને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રીરામે અસત્ય પર જીત મેળવી હતી જેથી વિજયાદશમીના દિવસે તરીકે પણ મનાવવામાં આવે છે. વિજયા દશમી ના દિવસે પોલીસ દ્વારા સસ્તો તથા વાહનોનું પૂજન કરવામાં આવ્યું હોય છે.આ પ્રસંગે ડભોઇ પોલીસ સ્ટાફ અને ડભોઇ ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇ પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ પીએસઆઇ તમામ પોલીસ સ્ટાફને વિજ્યાંદસમી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો – અંબાજી માન સરોવર ખાતે સમી પૂજન કરવામાં આવ્યું,વર્ષોથી ચાલતી પરંપરા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Dabhoipolice stationtraditionVijayadashami festivalWeaponsworshiped
Next Article