Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: રોફ દેખાડવા માટે ખરીદ્યા હથિયારો, દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે યુવકો ઝડપાયા

વલસાડ રૂરલ પોલીસે હથિયારો સાથે આરોપીઓ ઝડપ્યા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ઝડપ્યા આરોપીને નિતેશ કટારીયા અને ગૌરીશંકર ડોંગરે નામના યુવકો ઝડપાયા Valsad: યુવાધન અત્યારે ગુનાહીત પ્રવૃતિઓ વધારે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આજના યુવાનોમાં...
valsad  રોફ દેખાડવા માટે ખરીદ્યા હથિયારો  દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે યુવકો ઝડપાયા
  1. વલસાડ રૂરલ પોલીસે હથિયારો સાથે આરોપીઓ ઝડપ્યા
  2. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ઝડપ્યા આરોપીને
  3. નિતેશ કટારીયા અને ગૌરીશંકર ડોંગરે નામના યુવકો ઝડપાયા

Valsad: યુવાધન અત્યારે ગુનાહીત પ્રવૃતિઓ વધારે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છે. આ યુવાનો સમાજમાં અલગ તરી આવવા માટે ક્યારેક ગુનો પણ કરી બેસતા હોય છે.આવો જ એક કિસ્સો વલસાડ (Valsad) જિલ્લામાં બહાર આવ્યો છે. વલસાડ (Valsad) ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના બે યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પાસે ઘાતક હથિયારો મળી આવ્યા છે. જોકે આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.

Advertisement

આ પણ વાંચો: પોલીસ-પાલિકાના સંયુક્ત દરોડામાં 100 કિલોથી વધુનુ શંકાસ્પદ ઘી ઝડપાયું

પોલીસનો કાફલો આ હોટલ પર પહોંચ્યો અને...

વલસાડ (Valsad) ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરની એક હોટલમાં બે યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળી રહ્યા છે. વલસાડ ગ્રામ્ય પોલીસને મળેલી આ બાતમીના આધારે તાત્કાલિક વલસાડ ગ્રામ્ય પોલીસનો કાફલો આ હોટલ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને ઈસમોની તપાસ કરતા યુવાનો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ અને એક ચપ્પુ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ બંને યુવાનોની ધરપકડ કરી હતી અને ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને મધ્યપ્રદેશના ઇન્દોરના વતની છે.

Advertisement

હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ અંતર્ગત બન્નેની ધરપકડ

પોલીસે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ અંતર્ગત બન્નેની ધરપકડ કરી છે. વલસાડ ગ્રામ્ય પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરની હોટલ પર છાપો મારીને આ બંને યુવાનની ધરપકડ કરી છે. દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ અને ચપ્પુ સાથે બે નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરે નામના આ યુવકોની ધરપકજ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા બાદ Kheda ની શાળામાંથી શિક્ષિકા 'છૂમંતર'! NOC વિના જ વર્ષથી વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ

Advertisement

આ બંન્ને યુવકોની પોલીસે ધરપકડ કરી દીધી

પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખ કર્યા બાદ આ બંને આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની આ હોટલમાં મળવા આવ્યા હતા. જોકે હવે આ બંન્ને યુવકોની પોલીસે ધરપકડ કરી છે. આ બંને યુવકો પાસેથી મળેલા આ ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા આ બંને યુવાનો વટ પાડવા માટે આવા ઘાતક હથિયારો ખરીદ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, નિતેશ નામના આરોપી પર મધ્યપ્રદેશમાં ગુનો પણ દાખલ થયેલો છે.

કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા

વલસાડ (Valsad) ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓના કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે. આ યુવાનો હથિયાર ક્યાંથી લાવ્યા અને આ ઘાતક હથિયારનો શુ ઉપયોગ કરવાના ફિરાકમાં હતા? તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ મામલે મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આમ વલસાડ (Valsad) ગ્રામ્ય પોલીસના તપાસ બાદ આ બંનેનો વધુ ગુનાહિત ઇતિહાસ બહાર આવે તેવું મનાઈ રહ્યું છે. જોકે હાલ તો બંને યુવાનો માત્ર વટ પાડવા, લોકોને ડરાવવા અને જાહેરમાં વજન પાડવા આવા ઘાતક હથિયારો ખરીદ્યા હોય તેવું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

Tags :
Advertisement

.