Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: ઘોર કળિયુગના એંધાણ! ધરમપુરમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના

Valsad: વલસાડમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, અત્યારે ઘણા લોકો નિઃસહાયની મદદ કરતા હોય છે પરંતુ વલસાડમાં માનવતાને નેવે મૂકે તેવી ઘટના બની છે. જી હા! વલસાડ (Valsad)ના ધરમપુરની બેંકમાં દિવ્યાંગ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ...
valsad  ઘોર કળિયુગના એંધાણ  ધરમપુરમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના

Valsad: વલસાડમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, અત્યારે ઘણા લોકો નિઃસહાયની મદદ કરતા હોય છે પરંતુ વલસાડમાં માનવતાને નેવે મૂકે તેવી ઘટના બની છે. જી હા! વલસાડ (Valsad)ના ધરમપુરની બેંકમાં દિવ્યાંગ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી પરત ફરતા દિવ્યાંગ વ્યક્તિના ખિસ્સા માંથી 50 હજારની ઉઠાંતરી કરી ગઠીયો ફરાર થઈ ગયો હતો. આ ઉઠાંતરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Advertisement

ચોર બેંકમાં જ દિવ્યાંગ વ્યક્તિને છેતરીને પૈસા લઈને ફરાર

તમને વિગતે જણાવી એ તો બેંકમાં કેસ કાઉન્ટર પર જ આ ઉઠાંતરીની ઘટના બની હતી. ચોર બેંકમાં જ દિવ્યાંગ વ્યક્તિને છેતરીને પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. જો કે, ચોર ઉઠાંતરી કરી ગયા ત્યા સુધી પણ દિવ્યાંગ વ્યક્તિને પોતાના પૈસા ચોરાયા હોવાની જાણ પણ નહોતી છે. નોંધનીય છે કે, મામલાની જાણ થતાની સાથે ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બાજું લોકોની નિસ્વાર્થ ભાવે મદદ કરતા હોય છે, તો એક બાજું આવા લોકો માનવતાને શરમાવે તેવું કૃત્ય કરતા હોય છે.

ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

એક દિવ્યાંગ વ્યક્તિ સાથે તેની મહેનતની કમાણી છીનવી લેવી તે ખરેખર માનવતાની છેલ્લી હદ સુધીની વાત છે. ગઠીયો પોતાના સ્વાર્થ માટે થઈને એક નિઃસહાય સાથે 50 હજારની છેતરપિંડી કરી છે. સ્વાભાવિક છે કે, આ 50 હજાર દિવ્યાંગ વ્યક્તિ માટે કેટલાય લાખ બરાબર હશે. જો કે, આ મામલે અત્યારે પોલીક કાર્યવાહી કરી રહીં છે. આ સાથે સાથે બેંકની સીસીટીવીમાં ઘટનાની વારદાત કેદ થઈ હતી. જેથી પોલીસે અત્યારે Valsad ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Delhi: ‘મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ’ સોમનાથ ભારતી તો હવે ફરી ગયા

આ પણ વાંચો: Lok sabha 2024: વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી! ખર્ચાયા 1350000000000000

આ પણ વાંચો: Loksabha Election Result 2024: નીતિશ અને ચંદ્રબાબુ નાયડૂનું NDA ને સમર્થન જાહેર, મોદી બનાવશે સરકાર

આ પણ વાંચો: Accident: અકસ્માત 6 લોકોને ભરખી ગયો, ગ્રામજનોએ ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો

Tags :
Advertisement

.