Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવ્યો

વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવી કચેરીના એક અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ACB ના છટકામાં વલસાડની જમીન દફ્તર કચેરીમાં સિનિયર સર્વેયર તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ઝીણાભાઈ પટેલ અને આ...
વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ acb એ સપાટો બોલાવ્યો

વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવી કચેરીના એક અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ACB ના છટકામાં વલસાડની જમીન દફ્તર કચેરીમાં સિનિયર સર્વેયર તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ઝીણાભાઈ પટેલ અને આ કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અક્ષય ટેનિયા લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

Advertisement

Advertisement

આ લાંચિયા અધિકારીઓએ ફરિયાદીની સંયુક્ત માલિકીની જમીનના રી-સર્વે પ્રમોલોગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓના સુધારણા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરી વલસાડમાં અરજી કરેલી હતી. અરજદારની અરજીનું કામ કરી આપવા સિનિયર સર્વેયર અમરત પટેલ વતી પટાવાળા અક્ષય ટેનિયાએ ફરિયાદી પાસે થી રૂપિયા 10,000 ની લાંચની માંગ કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 9,000 નક્કી કરવામાં આવ્યા હતા. અને તે વખતે જ ફરિયાદીએ આરોપી પટાવાળાના ગુગલ પે એકાઉન્ટમાં રૂપિયા 9,000 ટ્રાન્સફર પણ કરી દીધા હતા. ત્યારબાદ પણ અધિકારીઓની લાલચ ઓછી થઈ ન હતી અને કામ પત્યા બાદ પણ આરોપી સિનિયર સિટી સર્વેયર વતી પટાવાળાએ ફરિયાદી પાસેથી ફરી રૂપિયા 3,000 ની માંગ કરી હતી.

જો કે ફરિયાદી ફરી વખત લાચ આપવા માંગતા ન હોવાથી તેઓએ ACB નો સંપર્ક કરતા ACB એ આ લાંચિયા અધિકારીઓ અને પટાવાળાને ઝડપવા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ વોચ દરમિયાન કચેરીના ગેટ પર જ ફરિયાદી પાસેથી અધિકારી વતી રૂપિયા 3,000 ની લાંચ લેતો પટાવાળો ACB ના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ ACB એ આરોપી સિનિયર સર્વેયરને પણ ઝડપી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ જિલ્લામાં ACB એ બોલાવેલા સપાટાને કારણે સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

અહેવાલ - રિતેશ પટેલ 

આ પણ વાંચો : BJP LIST : ગુજરાતની બાકી બેઠકો માટે ગમે તે ઘડીએ જાહેર થશે યાદી

Tags :
Advertisement

.