Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
- Valsad નાં ઉમરગામમાં દુષ્કર્મનાં આરોપીને આજીવન કેદની સજા
- વાપી કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી
- આજીવન કેદ સાથે આરોપીને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો
- આરોપીએ ત્રણ વર્ષની માસૂમ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ
Valsad : ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીનાં કેસોમાં પીડિતાઓને ઝડપી ન્યાય મળે તે માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી આ શક્ય બની રહ્યું છે. રાજ્યમાં દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપીને આકરી સજા ફટકારવામાં આવી છે. વલસાડનાં ઉમરગામે માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને વાપી કોર્ટે (Vapi Court) અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ રૂપિયા 50 હજારનો દંડ પણ કરાયો છે.
આ પણ વાંચો - Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી
નરાધમે 3 વર્ષની માસૂમને પીંખી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડનાં (Valsad) ઉમરગામમાં 27 ઓગસ્ટ 2024 નાં રોજ, માત્ર ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની હચમચાવી ઘટના બની હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ગુલામ મુસ્તફા મહમ્મદ સમીમ ખલિફાને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સુનાવણી દરમિયાન આરોપી દોષી સાબિત થતા વાપી કોર્ટેનાં સ્પેશિયલ જજ દ્વારા પોક્સો એક્ટની કલમ મુજબ સજા ફટકારવામાં આવી છે.
Valsad_Gujarat_first 1
આ પણ વાંચો - Surat : ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી
વાપી કોર્ટે (Vapi Court) આરોપી ગુલામ મુસ્તફા મહમ્મદ સમીમ ખલિફાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા (Life Imprisonment) ફટકારી છે. સાથે જ રૂપિયા 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીએ ભરેલ દંડની રકમ ઉપરાંત 6 લાખ રૂપિયા પીડિતાને વળતર ચૂકવવા પણ વાપી કોર્ટે હુકમ કર્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું, અબુધાબીથી આવેલ બે મુસાફરોની અટકાયત