Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadtaldham: દિક્ષા મહોત્સવમાં ૨૪ સાધકોનું અધ્યાત્મમાર્ગે પ્રયાણ

અહેવાલ - કિશનસિંહ રાઠોડ, ખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે સદ્ગુરૂ ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯મો કાર્તકી સમૈયો ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯મો કાર્તકી સમૈયો ચાલી રહ્યો છે. વડતાલના ટ્રસ્ટી અક્ષરનિવાસી...
08:02 PM Nov 23, 2023 IST | Maitri makwana

અહેવાલ - કિશનસિંહ રાઠોડ, ખેડા

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે સદ્ગુરૂ ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી.

ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯મો કાર્તકી સમૈયો

ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯મો કાર્તકી સમૈયો ચાલી રહ્યો છે. વડતાલના ટ્રસ્ટી અક્ષરનિવાસી ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણીની પુણ્ય સ્મૃતિમાં સત્સંગિજીવનની કથા ધામધૂમથી થઈ રહી છે.

૨૪ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરી

આ મહોત્સવ ૨૧ થી ૨૭ નવેમ્બર ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. જેમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ૨૪ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરી હતી.

સંપૂર્ણ જીવન સેવા સાધના માટે હરિકૃષ્ણ મહારાજને સમર્પિત 

દીક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા સાધના માટે હરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. ૨૦ વર્ષના ગાદીકાળમાં કુલ ૮૫૯ સાધકોને સંત દિક્ષા આપી છે. જેમાં ૧૨ ગ્રેજ્યએટ ૪ માસ્ટર ડીગ્રીધારી છે. ગાદીવાળાશ્રીના હસ્તે ૨૭ મહિલાઓ નવદીક્ષિત થયા છે. કુલ ૨૭૩ મહિલાઓએ દિક્ષા પ્રાપ્ત કરી છે.

૪૦૦ ગ્રામ સુવર્ણ અલંકાર અર્પણ કરવામાં આવ્યા 

આજે પાટોત્સવની પૂર્વ સંધ્યાએ પુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ પુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધાર, પુ.માધવપ્રિયદાસજી સ્વામી છારોડી, પુ.બાપુ સ્વામી ધંધુકા, પુ.રામકૃષ્ણ સ્વામી ધાંગધ્રા વગેરે સંપ્રદાયના મુર્ધન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલધામમાં ડુંગરાણી પરિવાર દ્વારા ૪૦૦ ગ્રામ સુવર્ણ અલંકાર અર્પણ કરવામાં આવ્યા હતા.

લક્ષ્મીજીને સુવર્ણનું હિરાજડિત હાર અર્પણ કરવામાં આવ્યો

મુંબઈ નિવાસી શ્રીકાંત ભાલજા પરિવાર દ્વારા લક્ષ્મીજીને સુવર્ણનું હિરાજડિત હાર અર્પણ કરવામાં આવ્યો હતો. અને નિજમંદિરના ત્રણેય ડેરાના બારસાખને સુવર્ણ વરખથી મઢવાની તથા ઉંબરાને સોના ચાંદીથી મઢવાની સેવા ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી અને મુખ્યકોઠારી ડો સંત સ્વામીની પ્રેરણાથી કરવામાં આવેલ છે . જેને વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે. આ સમગ્ર સભાનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી કરી રહ્યા છે.

આ પણ વાંચો - ગોંડલના હેરિટેઝ રેલ્વે મથકના સમારકામની ગંભીર ક્ષતિઓ

Tags :
Diksha MohotsavGopalanand SwamiGujaratGujarat Firstmaitri makwanaSadguruSwaminarayan Sampradayavadtaldham
Next Article