Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ
- વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય ફરી વિવાદના વમળમાં
- સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈ વિવાદ
- દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? તેવો પુસ્તકમાં કરાયો ઉલ્લેખ
પુસ્તકમાં લખવામાં આવેલ લખાણનાં કારણે ફરી ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદિત લખાણને લઈને માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે વડતાલનાં પુસ્તકમાં દેવી-દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે. વિવાદિત લખાણવાળું પુસ્તક પાછું ખેંચાય. સમાજ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો દ્વારકામાં આવી માફી માંગે. તેમજ તમામ સમાજને સાથે રાખીને ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
વધુ વાંચોઃ CRPF: ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25
સ્વામીનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવેઃ રાજુ ઝુંઝા
આ બાબતે માલધારી આગેવાન રાજુ ઝુંઝાએ જણાવ્યું હતું કે, પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે, દ્વારકામાં ભગવાન છે જ નહી, વડતાલમાં ભગવાન છે. તો આ કઈ રીતે સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે. આવા વિવાદિત નિવેદનો કરી હિંદુ સમાજ સમગ્ર સમાજમાં વૈમનસ્ય ઉભું કરવામાં આવી રહ્યું છે. હિંદુ સમાજ આવું સાંખી નહી લે. ત્યારે આ નિવેદનનાં સમગ્ર હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તેમજ આ જે નિવેદનો કર્યા છે તેને હિંદુ સમાજ કે સર્વ સમાજ સાંખી નહી લે. ભગવાન જે કૃષ્ણ છે તે સમગ્ર સમાજનાં આધિપતિ જે 18 વર્ણનાં આરાધ્ય દેવ છે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો આવા હિંદુ દેવી દેવતાઓને નીચા દેખાડી સમાજમાં વૈમનસ્ય ઉભું કરી રહ્યા છે. તેમજ સ્વામીનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવે તેમજ દ્વારકા જઈ માફી માંગવામાં આવે.
વધુ વાંચોઃ VADODARA : હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ
દ્વારકા આવીને માફી માંગવી જોઈએઃ માલઘારી આગેવાન
માલધારી આગેવાન રણજીત મૂંઘવાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય, ભગવાન વિષ્ણું હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય કે જલારામ બાપા હોય. આ લોકોએ બુકમાં લખવામાં કંઈ બાકી રાખ્યું નથી. સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોમાં તમારી ઓફીસો કેવી છે અને તમે મંદિરમાં શું કામ કરી રહ્યા છો. તો રહી વાત આવ્યાની વડતાલ તો હું તમને કહું તો તમારે ભગવાન શ્રી કૃષ્ણ જોવા હોય તો બાવળિયાથી ધામમાં. બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દિકરીઓનાં લગ્ર કર્યા હતા ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી. આ લોકોનો જેમ પહેલા હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો હતો. તેમ બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોમાં હવે બીજા કોઈ ભગવાન માટે આવું ન બોલે. જેમ જલારામ બાપાની આવીને માફી માંગી હતી તેમ દ્વારકા આવીને માફી માંગવી જોઈએ.