ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પેઢીઓથી ઘાસ વેચતા વિક્રેતાઓના દબાણ પર પાલિકાની કાર્યવાહી

VADODARA : વડોદરા (VADODARA) ના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇદગાહ મેદાન પાસે પેઢીઓથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર વિક્રેતાઓનો મુદ્દામાલ જપ્ત કરીને દબાણ પાલિકા તંત્રએ દૂર કરવામાં આવ્યું છે. પાલિકા (VADODARA - VMC) પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 8 હજાર...
12:55 PM Jul 19, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇદગાહ મેદાન પાસે પેઢીઓથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર વિક્રેતાઓનો મુદ્દામાલ જપ્ત કરીને દબાણ પાલિકા તંત્રએ દૂર કરવામાં આવ્યું છે. પાલિકા (VADODARA - VMC) પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 8 હજાર કિલો જેટલું કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પેઢીઓથી ઘાસ વેચીને ધંધો-વેપાર કરતી મહિલાઓની રોજગારી છીનવાતા મીડિયા સમક્ષ રોષ પ્રગટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પસાર થવામાં તકલીફ પડતી

વડોદરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને સ્થાઇ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બાદ ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેમ છે. પરંતુ ઇદગાહ મેદાન પાસે પેઢીઓથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાંખીવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હોય છે. અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો, રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે. જેને ધ્યાનમાં લઇ છેલ્લા છ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે જગ્યા ખાલી કરવા માટે જણાવ્યું હતું.

પેટીયુ રળતી મહિલાઓએ બળાપો કાઢ્યો

એક મહિના પહેલા અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકાએ નોટિસ પણ આપી હતી. તેમ છતાં તેઓ જગ્યા પર દબાણ કરી વેપાર કરતા હતા. જે બાદ આજે પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. જેને લઇને પેઢીઓથી ઘાસ વેચીને પેટીયુ રળતી મહિલાઓએ બળાપો કાઢ્યો હતો. અને મીડિયાને જણાવ્યું કે, તેઓ ફરી પરત ફરશે.

જગ્યા પર બુલડોઝર ફર્યુ

સમગ્ર કાર્યવાહીમાં અંદાજે 8 હજાર કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું છે અને દબાણની જગ્યા પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રની કાર્યવાહી વેળાએ અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ સ્થાનિક પોલીસને બંદોબસ્ત હોવાથી વિરોધના કારણે કામગીરી અટકી ન્હતી.

આ પણ વાંચો -- VADODARA : નવા શહેરો સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા સાંસદનું સૂચન

Tags :
andbyclearencroachmentgrasspoliceSellersteamvadodaram vmc
Next Article