Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આપણે ITમાં એક્સપર્ટ છીએ, પડોશી દેશ આતંકવાદમાં એક્સપર્ટ: વિદેશમંત્રી

વિદેશમંત્રી એસ. જયશંકરે વડોદરામાં રાઇઝિંગ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ - ફોરેન પોલિસી ઇન મોદી એરા વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મોદીયુગમાં ભારતની વિદેશનીતિ પર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી. જેમાં એમ.એસ.યુનિ. સહિતની યુનિ.નાં વિદ્યાર્થીઓ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.તàª
આપણે itમાં એક્સપર્ટ છીએ  પડોશી દેશ આતંકવાદમાં એક્સપર્ટ  વિદેશમંત્રી
Advertisement
વિદેશમંત્રી એસ. જયશંકરે વડોદરામાં રાઇઝિંગ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ - ફોરેન પોલિસી ઇન મોદી એરા વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મોદીયુગમાં ભારતની વિદેશનીતિ પર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી. જેમાં એમ.એસ.યુનિ. સહિતની યુનિ.નાં વિદ્યાર્થીઓ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
તમારા માટે આ Know Your World પ્રોગ્રામ છે: વિદેશમંત્રી
આ કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, મને લાગે છે કે વિદેશનીતિ એ આપ સૌની ઋચીનો પણ વિષય છે. હું અહીં એકલો નથી આવ્યો મારી સાથે 52 દેશોનાં રાજદૂતોને પણ લાવ્યો છું. આ રાજદૂતો માટે know the India પ્રોગ્રામ છે, મારા માટે know Your એમ્બેસેડર પ્રોગ્રામ છે. જ્યારે તમારા માટે Know Your World પ્રોગ્રામ છે
ઓપરેશન ગંગા મારા માટે સિસ્ટમની પરિક્ષા: વિદેશમંત્રી
તેમણે કહ્યું, હું આપણી વિદેશનીતિની શરૂઆત ઓપરેશન ગંગાથી શરૂ કરીશ. યુક્રેન યુદ્ધમાં આપણાં 22 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા. આવી કઠિન પરિસ્થિતિમાંથી આપણે વિદ્યાર્થીઓને સલામત રીતે ઉગાર્યા. આ અનુભવ મારા માટે સિસ્ટમની પરીક્ષા હતી અને આમાં લીડરશિપ ખુબ મહત્ત્વની હતી, યુક્રેનની સ્થિતિ પર મોદીજીની સતત નજર અને મોનિટરીંગ હતું. ભીષણ યુદ્ધની વચ્ચે મોદીજીએ જેલેન્સ્કી અને પુતિનને ફોન કરી ગોળીબાર રોકાવ્યો જેથી આપણે આપણા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર લાવી શક્યા, આપણાં રાષ્ટ્રધ્વજનાં સહારે આપણાં પાડોશી દેશોનાં વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત યુક્રેનથી બહાર નિકળી શક્યા.
તેમણે કહ્યું, યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલનાં ભાવ આસમાને ગયા તેવામાં આપણી માટે કયા દેશ પાસેથી ઓઇલ લેવું તેની મૂંઝવણ હતી. જેને લઇને ઘણાં મિત્ર રાષ્ટ્રોનું દબાણ પણ હતું. આપણું 40% ઓઇલ યુક્રેનની આવતું હતું અને ઇન્ડોનેશિયાએ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો એવામાં PMએ આર્જેન્ટિના પાસેથી ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો.
આપણે ITમાં, પાડોશે આતંકવાદમાં એક્સપર્ટ: વિદેશમંત્રી
તેમણે વધુમા કહ્યું કે, આપણા પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદી અને ઉગ્રવાદી પ્રવૃત્તિ અટકી છે તેનું કારણ બાંગ્લાદેશ સાથે મોદી સરકારે કરેલી સમજૂતી છે. જેનાથી આપણા પૂર્વોત્તના 8 રાજ્યો સુરક્ષિત થયાં છે. આપણા અન્ય પાડોશીઓ કે જે આતંકવાદમાં ફેલાવવામાં નિષ્ણાત છે તેમને પણ બોધપાઠ મળ્યો છે. આપણે આઇટી માં એક્સપર્ટ છે અને પડોશી આતંકવાદમાં એક્સપર્ટ છે. આતંકવાદને પોષવાનું કાર્ય કરતા દેશને ક્યારેક ને ક્યારેક તેનાં પરિણામ ભોગવવા પડે છે. આપણાં ચીન સાથેનાં સરહદ વિવાદમાં પણ આપની કૂટનીતિને કારણે સુરક્ષિત રીતે તેને પાર પાડી શક્યા છે.
કોરોના સૌથી મોટી ચિંતા હતી: વિદેશમંત્રી
કોવિડ મહામારી આપણી સૌથી મોટી ચિંતા હતી, કોરોનાને લઇને દેશમાં કોઇને કોઇ અંદાજો જ નહોતો. ગુજરાત એ ગ્લોબલાઇઝ સ્ટેટ છે.. અહીથી સૌથી વધારે લોકો વિદેશ જાય છે. કોવિડ કાળમાં આપણે વંદે ભારત મિશન હાથ ધરી વિદેશમાંથી આપણાં લોકોને પરત લાવવાનું બીડું ઉપાડ્યું, આવા મિશન લાગે છે સરળ પરંતુ તેની પાછળનું કામ ખૂબ કઠિન હોય છે પણ તે પણ મોદીજીની કુશળતાથી સફળ રહ્યું હતુ.
તેમણે કહ્યું, તે સમયે વેક્સિનની ઉણપ હતી તે વખતે અમેરિકાએ સૌથી પહેલાં ભારતને તેની વેક્સિન સપ્લાય કરી. આવા સમયે આપણી વિદેશનીતિની અસલી કસોટી હતી અને તે સમયે મોદી સરકારે અને અમે વિદેશનીતિનું બુદ્ધિ ચાતુર્ય અને કૌશલ્ય કામે લગાડ્યા હતાં. 2021 માં જ્યારે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો ત્યારે આપણા દેશની અને અમારી સૌથી કઠિન પરિસ્થિતિ હતી ત્યારે ઑક્સિજનની અછત સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન ઉભો થયો હતો પણ તે વખતે પણ PM મોદીની દિર્ઘદ્રષ્ટિનું પરિણામ હતું કે અન્ય દેશોને મુશ્કેલીમાં મદદ કરવાની તેમની નીતિને કારણે દુનિયાએ પણ આપણાને મદદ કરી.
Tags :
Advertisement

.

×