Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસ્કારી નગરીની શરમજનક ઘટના, 7માં ધોરણના વિદ્યાર્થીઓની બેગમાંથી મળી દારુની બોટલ

વડોદરાની શર્મસાર ઘટનાધોરણ 7માં ભણતા 4 વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી શરાબની બોટલ અને સિગારેટના પેકેટ મળ્યાસંસ્કારી નગરીને લાંછન લગાડતો બનાવ વડોદરા (Vadodara)ની શર્મસાર ઘટના બહાર આવી છે. અહીંની અંબે વિદ્યાલય (Jai Ambe Vidyalaya)ના ધોરણ 7માં ભણતા 4 વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી શરાબની બોટલો અને સિગારેટના પેકેટ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. સંસ્કારી નગરીની ગરિમા પર લાંછનવડોદરા શહેર સંસ્કારી નગરી તરીક
સંસ્કારી નગરીની શરમજનક ઘટના  7માં ધોરણના વિદ્યાર્થીઓની બેગમાંથી મળી દારુની બોટલ
  • વડોદરાની શર્મસાર ઘટના
  • ધોરણ 7માં ભણતા 4 વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી શરાબની બોટલ અને સિગારેટના પેકેટ મળ્યા
  • સંસ્કારી નગરીને લાંછન લગાડતો બનાવ 
વડોદરા (Vadodara)ની શર્મસાર ઘટના બહાર આવી છે. અહીંની અંબે વિદ્યાલય (Jai Ambe Vidyalaya)ના ધોરણ 7માં ભણતા 4 વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી શરાબની બોટલો અને સિગારેટના પેકેટ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. 

સંસ્કારી નગરીની ગરિમા પર લાંછન
વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે જાણીતું છે પરંતુ એક ઘટનાએ શહેરની ગરિમા પર મોટું લાંછન લગાવ્યું છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ક્લીન વડોદરા નશામુક્ત વડોદરાના દાવા કરવામાં આવે છે પરંતુ હવે આ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે શહેરમાં ઠેક ઠેકાણે ચાલતી નશાની હાટડીઓના કારણે હવે નાના બાળકો પણ નશાના રવાડે ચઢી ગયા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.
પોતાના બાળકનું સારું ઘડતર થાય, ભણીને પ્રતિષ્ઠા કમાય તેમાં સપનાઓ સાથે માતાપિતા પોતાના બાળકને શાળાએ મોકલતા હોય છે. પરંતુ જો એ બાળકની સ્કૂલ બેગમાંથી પુસ્તકોના બદલે શરાબની બોટલ અને સિગારેટના પેકેટ મળે તો બાળકના પરિવાર માટે મુશ્કેલી ઉભી થાય છે. 
 
અંબે વિદ્યાલયનો બનાવ
વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયના ધોરણ 7માં ભણતા 4 વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી નશાની સામગ્રી મળી આવતા આપણી સામાજિક વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠ્યા છે.

શંકાસ્પદ હિલચાલના કારણે શિક્ષકે બેગ ચેક કરતાં ભાંડો ફુટ્યો 
અંબે વિદ્યાલયમાં શનિવારે ધોરણ 7માં શિક્ષક ભણાવતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની   શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. જેથી ક્લાસમાં હાજર શિક્ષકને આ વિદ્યાર્થીઓ પર શંકા જતા ચારેય વિદ્યાર્થીઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શિક્ષક દ્વારા આ ચારેય વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તપાસતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. 
વિદ્યાર્થીઓને બરતરફ કરાયા
ઝડપાયેલા ચાર વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી શરાબની બોટલ અને સિગારેટનું પેકેટ મળી આવતા શિક્ષક દ્વારા સમગ્ર મામલે મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. જોતજોતામાં આ વાત વાલીઓમાં પ્રસરી જતા કેટલાક વાલીઓ દ્વારા શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆતને ધ્યાને રાખી આખરે ઝડપાયેલા ચારેય વિદ્યાર્થીઓને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. 
બાળકોનું કાઉન્સેલિંગ કરવા માગ
મહત્વનું છે કે ઘટનાની ગંભીરતા જોતા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ. શાળા સંચાલકો દ્વારા પોલીસને જાણ કરી દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે દિશામાં તપાસ કરવી જોઈએ. વાલીઓ માટે આ ઘટના ચિંતાનો વિષય છે. ગુજરાતમાં સ્કૂલ સુધી નશાનું કલ્ચર ઘૂસ્યું ત્યારે વાલીઓ એ હવે સતર્ક થવાની જરૂર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.