Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરા પાસેના જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

દિવસેને દિવસે વ્યાજખોરોના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે વડોદરા (Vadodara)ના જરોદ પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક વ્યાજખોરીનો ગુનો સામે આવ્યો છે. આ વ્યાજખોરે પશુપાલકને આપેલા રૂપિયા 5 લાખની સામે વ્યાજ સાથે મૂડી વસૂલ કરવા છતાં પણ અગાઉ સિક્યુરિટી પેટે આપેલાં ચેક વટાવી લીધો હતો. તેમજ મકાનનો દસ્તાવેજ કરાવી લીધો. એટલું જ નહીં પરંતુ વ્યાજખોર દ્વારા હેરાન ગતિ પણ યથાવત રહેવા પામી હતી.ખેડૂતે જરોદ àª
વડોદરા પાસેના જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ
દિવસેને દિવસે વ્યાજખોરોના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે વડોદરા (Vadodara)ના જરોદ પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક વ્યાજખોરીનો ગુનો સામે આવ્યો છે. આ વ્યાજખોરે પશુપાલકને આપેલા રૂપિયા 5 લાખની સામે વ્યાજ સાથે મૂડી વસૂલ કરવા છતાં પણ અગાઉ સિક્યુરિટી પેટે આપેલાં ચેક વટાવી લીધો હતો. તેમજ મકાનનો દસ્તાવેજ કરાવી લીધો. એટલું જ નહીં પરંતુ વ્યાજખોર દ્વારા હેરાન ગતિ પણ યથાવત રહેવા પામી હતી.

ખેડૂતે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
જરોદ ખાતે રહેતા અમરસિંહ નારાયણભાઈ બારીયા જે પોતે ખેડૂત છે અને તેઓએ ગામમાં રહેતા પીન્ટુ જયસ્વાલ પાસેથી રૂપિયા પાંચ લાખ પ્રતિ માસના 3% ના વ્યાજે લીધા હતા અને પીન્ટુ જયસ્વાલ દ્વારા બોગસ બાનાખત કરી છેતરપિંડી કરાઈ હતી. જેથી પોલીસે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
બોગસ બાનાખત કરી દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી
આ ખેડૂત પાસેથી પીન્ટુ જયસ્વાલે રૂપિયા પાંચ લાખની સિક્યુરિટી પેટે 8 કોરા ચેક અને પોતાનું સુલભ સોસાયટીમાં આવેલ મકાનનો બાનાખત કરવાને બદલે દસ્તાવેજ કરી લીધો હતો. વ્યાજે લીધેલાં રૂપિયા પુરા થઈ ગયા બાદ મકાનનો દસ્તાવેજ પરત કરી આપીશું એમ પીન્ટુ જયસ્વાલે કહયું હતું. આ વ્યાજખોરે એક મકાનના બદલે બે મકાનના દસ્તાવેજ કરી દીધા.

જાનથી મારી નાખવાની ધમકી પણ વ્યાજખોરો દ્વારા અપાઈ
આ ખેડૂત ભાઈના પોતાના બે મકાનો આ વ્યાજખોરે પડાવી લીધા અને વ્યાજખોરોએ જણાવ્યું હતું કે, જો રૂપિયા નહીં આપો તો તમને ઝાડથી મારી નાખીશું. તેમજ આ લખાવી લીધેલા મકાનોમાં 2014 થી આજ સુધીની સુધીનું ભાડું પણ વસુલ કર્યું હતું. આ કરજદાર ખેડૂતે તમામ રૂપિયાની વસૂલ કરી દેવા છતાં પણ મકાનનો દસ્તાવેજ પરત કરવાને બદલે આ વ્યાજખોરે પીન્ટુ જયેસ્વાલે સિક્યુરિટી પેટે લીધેલા આઠ કોરા ચેકમાં રકમ ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ કરજદાર વ્યાજખોર પીન્ટુ જયસ્વાલને દસ્તાવેજ પરત અરજ કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ શરૂ કરી દેવામાં આવી હતી. 
કરજદાર અમરસિંહ બારીયાએ વ્યાજખોરની હેરાનગતિ થતાં જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વ્યાજખોરના ચક્કરમાં ફસાયેલા અમરસિંહ બારીયાને કોઈ રસ્તો ન મળતા પ્રવર્તમાન ગૃહ મંત્રીની વ્યાજખોરોને ડામવા માટેની મુહિમને લઈ હિંમત કેળવી જરોદ પોલીસ સ્ટેશન ખાતે પીન્ટુ જયસ્વાલ સામે વ્યાજખોરી અંગેના ગુનો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેથી જરોદ પોલીસ તંત્ર એ આ પિન્ટુ જેસ્વાલ સામે મની લેન્ડીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરી દીધા હતા. આમ આ બનાવ બનતાની સાથે જ સમગ્ર વાઘોડિયા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.