ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara : ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનો કાવડ યાત્રાએ નિકળ્યા

આજથી કાવડ યાત્રાની (Kavad Yatra) શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરા ના 150 થી 170 જેટલા યુવાનો યાત્રાધામ ચાંદોદ (Chandod) ખાતે સવારે આવી પહોંચ્યા હતા નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ...
04:58 PM Jul 13, 2023 IST | Viral Joshi

આજથી કાવડ યાત્રાની (Kavad Yatra) શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરા ના 150 થી 170 જેટલા યુવાનો યાત્રાધામ ચાંદોદ (Chandod) ખાતે સવારે આવી પહોંચ્યા હતા નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ કર્યો હતો. ચાંદોદથી કાવડ લઈ પગપાળા મોટનાથ મહાદેવ ખાતે રવાના થયા અને તા.15 ને શનિવારે પ્રદોષના દિવસે નર્મદા જળ થી કરશે અભિષેક.

શું છે કાવડ યાત્રા ?

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે અને મહેશ્વરને તે અર્પણ કરે છે. ઉલ્લેખનિય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર નથી રાખતા. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે.

બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી હતી મહત્વની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષથી કાવડ યાત્રાનું (Kavad Yatra) આયોજન આ વર્ષે 15 માં વર્ષ માં મંગલ પ્રવેશ હોય જેમાં 150 થી 170 જેટલા યુવાનો કાવડ લઇ ચાંદોદથી વડોદરા (Vadodara) હરણી મોટનાથ મહાદેવ મંદિરે પહોંચશે અને 15ને શનિવારે પ્રદોષ શિવરાત્રીના દિવસે મહાદેવ પર નર્મદા જળથી અભિષેક કરવામાં આવશે. આ કાવડયાત્રા દરમ્યાન દરેક કાવડિયા યુવાનો 3 દિવસ સુધી ઉપાસ રાખવામાં આવ્યો છે અને રસ્તામાં દરેક જગ્યાએ સુંદર ફરાળી નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કાવડ યાત્રામાં (Kavad Yatra) જે યુવાનો વડોદરામાં વર્ષોથી રહે છે જે ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ધરાવતા યુવાનો છે મૂળ હરિયાણા (Haryana), રાજસ્થાન (Rajasthan) તેમજ ઉતર ભારતીના રહેવાસી છે.

ભગવાન પરશુરામે કરી કાવડ યાત્રાની શરૂઆત !

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વ પ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. કહે છે કે પરશુરામજી ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાજળ અર્પણ કરે છે તેની બધી જ ઈચ્છાઓ મહેશ્વર પૂર્ણ કરે છે.

અહેવાલ : પિન્ટુ પટેલ, ડભોઈ

આ પણ વાંચો : MEHSANA NEWS : ‘સાગર દાણ’ કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને 7 વર્ષની સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
ChandodGujarati NewsKavad YatraVadodaraVadodara Latest News
Next Article