VADODARA : કન્ટેનર ભટકાતા પવન ચક્કીની પાંખને મોટું નુકશાન
VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પવન ચક્કીની પાંખ લઇને પસાર થતા ટ્રેલરમાં પુરઝડપે પસાર થતા ટેન્કરે અથાડી દેતા મોટું નુકશાન પહોંચ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેલર ચાલકે કન્ટેનરના નંબરના આધારે ચાલક સામે જરોદ પોલીસ મથદમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટ્રેલર જોડે પાયલોટીંગ
જરોદ પોલીસ મથકમાં શેખર તીર્થાગાઉન્ડર (રહે. થેંકરાઇકોટાઇ, તમીલનાડું) એ નોંધઆવેલી ફરિયાદ અનુસાર, તે જે પી રોડવેઝ (મેટારાજ) ચેન્નાઇમાં બે વર્ષથી કામ કરે છે. 9 ઓગસ્ટના રોજ આસોજની રીલાયન્સ કંપનીમાંથી જે પી રોડવેઝ ચેન્નાઇનું ટ્રેલર પવન ચક્કીની પાંખ (બ્લેડ) ભરીને પાંચદેવલા ગામે જવા નિકળ્યા હતા. ટ્રેલરની પાછળ એસ્કોર્ટ તરીકે અન્ય કાર ચાલતી હતી. જેના પાયલોટીંગ ઇન્ચાર્જ દિનકરસિંઘ અને ઓટરેટર એમ. કુમારવેલ હતા.
પાંખને 20 મીટર જેટલું નુકશાન
પાંચદેવલા ગામે આવતા રાત્રે 12 વાગ્યાના અરસામાં ટ્રેલરને સ્ટોરેજ યાર્ડમાં લેવા માટે ખાલી સાઇડે આવેલા રોડ પર તેને લીધું હતું. ત્યાં રસ્તા પર એક કન્ટેનર ઉભુ હતું. કન્ટેનર હટાવવાનું કહેતા ચાલકે આસપાસ જોયા વગર ત પુરઝડપે હંકારીને આગળ નીકળવા જતા ટ્રેલરનાં ભરેલી પવન ચક્કીની પાંખને અડી ગયું હતું. જેથી પાંખની 20 મીટર જેટલી લંબાઇ તુટી જવા પામી હતી અને નુકશાન પહોંચ્યું હતું.
અકસ્માત સર્જનાર નાસી છુટ્યો
બાદમાં પાયલોટીંગના સ્ટાફે કન્ટેનર ચાલકને બુમો પાડતા તે નાસી ગયો હતો. પાયલોટીંગ દ્વારા તેનો પીછો કરીને નંબર મેળવી લેવામાં આવ્યો હતો. આ અંગે જે. પી. રોડવેઝના સંચાલકને જાણ કરવામાં આવી હતી. બાદમાં આ અંગે કન્ટેનર નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત થયેલા ટ્રેલરમાં રાખવામાં આવેલી પવન ચક્કીની કિંંમત રૂ. 64.23 લાખ આંકવામાં આવી છે. ચાલકની ફરિયાદનું દિપકસિંગ કલ્યાણસિંગ રાજપુત દ્વારા ગુજરાતીમાં અનુવાદ કરી આપવામાં આવ્યું હોવનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : ભાડે આપેલી કાર અને રકમ બંને ચાઉં કરી લાખોની ઠગાઇ