આઉટ થઇ ગયો હતો મિલર પણ એક ભૂલ CSKને પડી ભારે
IPLની સૌથી સફળ બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ ટૂર્નામેન્ટમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. રવિવારે સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ રમાઇ હતી, જેમા ચેન્નાઈ સુપર કિંગ્સનું એકવાર ફરી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમને આ મેચમાં ત્રણ વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે. જાણીને ભલે નવાઇ લાગે પરંતુ આ ટીમ હાલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. રવિન્દ્ર જાડેજાની કપ્à
Advertisement
IPLની સૌથી સફળ બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ ટૂર્નામેન્ટમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. રવિવારે સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ રમાઇ હતી, જેમા ચેન્નાઈ સુપર કિંગ્સનું એકવાર ફરી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમને આ મેચમાં ત્રણ વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે.
જાણીને ભલે નવાઇ લાગે પરંતુ આ ટીમ હાલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. રવિન્દ્ર જાડેજાની કપ્તાની હેઠળની આ ટીમની છ મેચોમાં આ પાંચમી હાર હતી અને તે પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને યથાવત છે. CSKની ગુજરાત સામેની હારમાં ક્રિસ જોર્ડન વિલન બન્યો હતો. આ મેચમાં ઈંગ્લિશ ફાસ્ટ બોલર જોર્ડન ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે મેચની છેલ્લી ઓવર પણ કરી હતી. તે છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 13 રન બનાવવાના હતા. પ્રથમ બે બોલ પર જોર્ડને કોઈ રન આપ્યા ન હતા, પરંતુ ત્રીજા બોલ પર ડેવિડ મિલરના હાથે જોર્ડને સિક્સર ફટકારી હતી. હવે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે ત્રણ બોલમાં સાત રનની જરૂર હતી અને મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી. પછીના બોલ પર મિલરે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને શોર્ટ થર્ડ મેન પર કેચ આઉટ થઈ ગયો. પરંતુ તેમ છતા, મિલર આઉટ જાહેર ન થયો, કારણ કે જોર્ડનનો ફુલ ટોસ બોલ કમરથી ઉપર ફેંકવામાં આવ્યો હતો અને અમ્પાયરે તેને નો બોલ આપ્યો હતો. જોર્ડનની આ ભૂલે મેચમાં CSKની હારની સ્ક્રિપ્ટ લખી હતી.
ક્રિસ જોર્ડને 3.5 ઓવરમાં કુલ 58 રન આપ્યા અને તેને એકપણ વિકેટ મળી ન હતી. આ મોંઘી બોલિંગના કારણે જોર્ડને એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. CSK માટે IPL મેચમાં સૌથી વધુ રન લૂટાવાના મામલે જોર્ડન હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. IPLમાં CSK માટે સૌથી વધુ રનનો રેકોર્ડ લુંગી એનગિડીના નામે છે, જેણે 2021માં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતી વખતે પોતાની ચાર ઓવરમાં 62 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી ન હતી.