Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાને મળશે 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો, PM મોદી કરશે વર્ચ્યિલી શિલાન્યાસ

વડોદરાને 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલોની ભેટ મળવા જઈ રહી છે. જેનો વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદીના દ્વારા વર્ચ્યિલી શિલાન્યાસ કરવામાં આવશે. આમાં 350 કરોડના ખર્ચે 151 બેડની કાડીયાર્ક હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. સાથે જ 200 કરોડના ખર્ચે ડાયાલિસિસ અને સ્પાઇન હોસ્પિટલનો...
વડોદરાને મળશે 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો  pm મોદી કરશે વર્ચ્યિલી શિલાન્યાસ

વડોદરાને 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલોની ભેટ મળવા જઈ રહી છે. જેનો વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદીના દ્વારા વર્ચ્યિલી શિલાન્યાસ કરવામાં આવશે. આમાં 350 કરોડના ખર્ચે 151 બેડની કાડીયાર્ક હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. સાથે જ 200 કરોડના ખર્ચે ડાયાલિસિસ અને સ્પાઇન હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે.

Advertisement

સરકારી હોસ્પિટલોમાં જ ખાનગી હોસ્પિટલો જેવી સુવિધાઓ આપવામાં આવશે

વડોદરામાં હવે સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને ખાનગી હોસ્પિટલો જેવી સુવિધાઓ આપવામાં આવશે. ત્યારે મધ્ય ગુજરાત માટે આ બંને હોસ્પિટલો આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જેમાં સામાન્ય નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાં જ ખાનગી હોસ્પિટલો જેવી સુવિધાઓ આપવામાં આવશે.

સુદર્શન સેતુ કર્વ પાયલન ધરાવતો એક અનોખો બ્રિજ

PM નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના દ્વારા ગુજરાતમાં અનેક શિલાન્યાસ કરવામાં આવી રહ્યા છે. હાલ તેમણે દ્વારકા ખાતે સુદર્શન સેતુનું ઉદ્ધાટન કર્યું છે. આ સુદર્શન સેતુ કર્વ પાયલન ધરાવતો એક અનોખો બ્રિજ છે. ત્યારે આજે તેઓ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે.

Advertisement

સુદર્શન બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો

PM દ્વારા અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રિજ છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કરવામાં આવશે

આ સાથે જ PM નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કરવામાં આવશે. જે અંતર્ગત પીએમ મોદી દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. અહીં આ 554 રેલવે સ્ટેશન સહિત 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - PM Modi એ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને સુદર્શન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.