Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પ્રેમી સાથે મળી પતિની હત્યા, ફિલ્મી સ્ટાઇલમાં દાંપત્ય જીવનનો અંત

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં પતિ, પત્ની અનો વો ની લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે. શહેરના વાડી વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે દંપતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. તેવામાં પત્ની અને પ્રેમીએ હત્યાનો...
vadodara   પ્રેમી સાથે મળી પતિની હત્યા  ફિલ્મી સ્ટાઇલમાં દાંપત્ય જીવનનો અંત

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં પતિ, પત્ની અનો વો ની લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે. શહેરના વાડી વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે દંપતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. તેવામાં પત્ની અને પ્રેમીએ હત્યાનો પ્લાન બનાવી બંનેએ રાત્રીના સમયે નિંદ્રાધીન પતિનું મોઢુ તથા ગળુ દબાવીને ઠંડે કલેજે હત્યા કરી હતી. વાડી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારણ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

વિતેલા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મોગલવાડા મદીના મસ્જીદ પાસે સોહેલ ચેમ્બરમાં રહેતા અબ્દુલકાદીર મોહંમદસાબીર તનસુજવાલાના પુત્ર મોહમ્મદ હમજાના લગ્ન બીબીફાતેમા સાથે થયા હતા. લગ્ન બાદ બીબીફાતેમાને હાથીખાના ખાતે રહેતા સાહીલ સાજીદખાન સાથે વિતેલા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે અંગેની જાણ મોહમ્મદ હમજાના થઇ ગઇ હતી. જેથી દંપતિ વચ્ચે આ મામલે વારંવાર ઝઘડા થતા થયા કરતા હતા.

ફોન કરીને બોલાવ્યો

બીબીફાતેમા તથા સાહીલના પ્રેમ સંબંધ વચ્ચે મોહમંદ હમજા આડખીલીરૂપ બનતો હોવાથી બંને પ્રેમી પંખીડાએ તેનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. 12 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે પતિ ઉંઘી ગયો હતો. તે દરમિયાન બીબીફાતીમાએ તેના પ્રેમીને ફોન કરીને બોલાવ્યો હતો. અને મોડી રાત્રે નિંદ્રાધીન પતિના મોઢા પર પ્રેમી સાહીલ પઠાણ તથા પત્ની બીબીફાતેમા સાથે મળીને મોઢુ તથા ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતો.

Advertisement

હત્યાનો ભેદ ઉકેલાયો

આ મામલા અંગેની ફરિયાદ મૃતક મોહમંદ હમજાના પિતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અને પ્રેમી પંખીડાની ધરપકડ કરી લીધી હતી. આ મામલાની વધુ પુછપરછ કરવા માટે પોલીસ દ્વારા આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : MSU ના વિવાદીત VC સામે કાર્યવાહીનો માર્ગ ખુલ્યો

Advertisement

Tags :
Advertisement

.