Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વહેલી સવારે ધડાકાભેર કાંસનો ભાગ બેસી ગયો

VADODARA : ચોમાસામાં વડોદરા (VADODARA) ના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે. શહેરના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો ભાગ આજે સવારે એકાએક ઘડાકાભેર બેસી ગયો હતો. જેના...
vadodara   વહેલી સવારે ધડાકાભેર કાંસનો ભાગ બેસી ગયો

VADODARA : ચોમાસામાં વડોદરા (VADODARA) ના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે. શહેરના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો ભાગ આજે સવારે એકાએક ઘડાકાભેર બેસી ગયો હતો. જેના કારણે રહીશો ડરના માર્યા સફાળા જાગી ગયા હતા. ત્યાર બાદ તમામે જાણ્યું કે, કાંસનો એક ભાગ બેસી ગયો છે.

Advertisement

લોકોની સવાર જ ભયભીત માહોલ વચ્ચે થઇ

વડોદરાના હરણી વારસીયા રોડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસનો ભાગ ધડાકાભેર બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે લોકોની સવાર જ ભયભીય માહોલ વચ્ચે થઇ છે. ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચને જાણ કરવામાં આવતા તાત્કાલીક રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયરના વોર્ડમાં અગાઉ પાણીની સમસ્યા લાંબા સમય સુધી સામે આવી હતી. હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે.

બાંકડો પણ સ્લેબ સાથે પડી ગયો

હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા શિવમ બંગ્લો પાસેથી પસાર થતી વરસાદી કાંસનો મોટો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. આ કાંસ પર મુકવામાં આવેલો બાંકડો પણ સ્લેબ સાથે પડી ગયો છે. રહેણાંક વિસ્તારની મધ્યમાથી પસાર થકી કાંસનો ભાગ બેસી જવાના કારણે રહીશોમાં ભારે ડર સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

કાંસમાં નવા સ્લેબ બનાવવામાં આવે તેવી જરૂરીયાત

સ્થાનિકે જણાવ્યું કે, પરોઢીયે 6 વાગ્યે ધડાકા સાથે લગભગ 40 ફૂટનો સ્લેબ ધરાશાયી થઇ ગયો છે. એટલો મોટો ઘડાકો થયો કે આસપાસના મકાનોમાં ધ્રુજારી જેવું અનુભવાયું છે. આ સ્લેબને જલ્દીથી જલ્દી રીપેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અગાઉ લોકોના ઘર સુધી પાણી આવી જવાની ઘટનાઓ બની છે. આ સ્લેબને દુરસ્ત કરવામાં મોડું થાય તો આસપાસના 400 જેટલા મકાનોમાં પાણી ભરાઇ જવાની ભીતિ છે. કોર્પોરેટર અને તંત્રને જાણ કરવામાં આવવાથી, કામગીરી શરૂ કરવામાં આવી છે. શિવ બંગ્લો અને કૃષ્ણકુંજની કાંસમાં નવા સ્લેબ બનાવવામાં આવે તેવી જરૂરીયાત જણાય છે.

આ વોર્ડ મેયરનો વોર્ડ છે

અન્ય સ્થાનિકોએ જણાવ્યું કે, ઘડાકાભેર કાંસનો સ્લેબ સવાર સવારમાં તુટી પડવાના કારણે લોકોમાં ભય પ્રસર્યો હતો. લોકો કંઇ સમજી શક્યા ન્હતા. અમારો વોર્ડ નંબર 4 છે. આ વોર્ડ મેયરનો વોર્ડ છે. મેયરને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે, આ નાળુ નવેસરથી બનાવે તો લાંબા ગાળા માટે સમસ્યા સોલ્વ થાય. નહી તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે. આ નાળુ પેક થયું તો લોકોને નુકશાન થવાની શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોમાં સાવચેત રહેવા સૂચના

Tags :
Advertisement

.