Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara:નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી ,જુઓ video

Vadodara: વડોદરા(Vadodara:)ના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળા(ShreeNarayanaVidhyalay)ની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી...
vadodara નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી  જુઓ video

Vadodara: વડોદરા(Vadodara:)ના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળા(ShreeNarayanaVidhyalay)ની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું.

Advertisement

અચાનક દીવાલ થઈ ધરાશાયી

વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,મહત્વનું છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થતા વિધાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા,એક સાઈડનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે,ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે જઈ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી.

Advertisement

6 મે 2024ના રોજ જામનગરમાં શાળાની દીવાલ થઈ ધરાશાયી

રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ધ્રોલમાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર બાળકો દટાયા હોવાની જાણ થતા પોલીસ બે જેટલા જેસીબી તેમજ બે જેસીબી સાથે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને બાળકોને બહાર કાઢવા આવ્યા હતા.જેમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.

Advertisement

15 દિવસ અગાઉ વડોદરાના આવાસમાં છત ધરાશાયી

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલાં શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા. જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા નુર્મના આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ  વાંચો -Gujarat Rainfall Alert :11 જળાશયો હાઈ એલર્ટ,વરસાદીને સ્થિતિને પહોંચી વળવા ગુજરાત કેટલું સજ્જ?

આ પણ  વાંચો -Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

આ પણ  વાંચો - Gujarat Rainfall Alert: IMD એ કરી આગાહી, ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર

Tags :
Advertisement

.