Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આરાધના ટોકીઝ નજીક કાંસના દબાણો પર મોટી કાર્યવાહી

VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝ પાસેથી પસાર થતી કાંસ પરના દબાણો પર આજે પાલિકાની ટાઉન પ્લાનીંગ વિભાગની ટીમ દ્વારા જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે. અહિંયા પતરાના માળખા ઉભા કરીને તેના પર ગેરેજ ચાલતું હોવાનું હાલ તબક્કે સપાટી પર...
vadodara   આરાધના ટોકીઝ નજીક કાંસના દબાણો પર મોટી કાર્યવાહી

VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝ પાસેથી પસાર થતી કાંસ પરના દબાણો પર આજે પાલિકાની ટાઉન પ્લાનીંગ વિભાગની ટીમ દ્વારા જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે. અહિંયા પતરાના માળખા ઉભા કરીને તેના પર ગેરેજ ચાલતું હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. ઓડ નગર તરફથી આવતી કાંસ આરાધના ટોકીસ પાસેથી પસાર થઇને કાલાઘોડા તરફ જાય છે. પૂર ની પરિસ્થિતીમાં પાણી ત્રણ ત્રણ વખત શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

માર્જિનના દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી

વડોદરામાં ત્રણ ત્રણ વખત અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આ પાણી ફરી વળ્યા બાદ હવે પાલિકા તંત્રના ધ્યાને વિવિધ વિસ્તારોના દબાણો સામે આવી રહ્યા છે. તેને શોધીને એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા અગોરા મોલ સહિતના દબાણોને નોટીસ આપીને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બા મકરપુરા જીઆઇડીસીમાં દબાણો પર પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આજે આરાધના ટોકીઝ પાસેથી પસાર થતી વરસાદી કાંસ માર્જિનના દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી છે.

Advertisement

સ્થળ તપાસ કરતા આ દબાણો ધ્યાને આવ્યા

ઓડ નગર તરફથી આવતી કાંસ આરાધના ટોકીસ પાસેથી પસાર થઇને કાલાઘોડા તરફ જતી કાંસ પરના આજુબાજુમાં મોટી સંખ્યામાં દબાણો હોવાનું ધ્યાને આવતા આજે પાલિકાની ટીમ કામે લાગી છે. બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર મેહુલ સોલંકીએ જણાવ્યું કે, રાજીવનગર - ઓડનગરથી આરાધના ટોકીઝ જોડે જે કાંસ આવેલી છે. તેની આસપાસ જે કારના દબાણો થયેલા છે. પતરાના શેડ દુર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણો માર્જિનમાં આવેલા છે. સ્થળ તપાસ કરતા આ દબાણો ધ્યાને આવ્યા છે. દબાણ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, એક જેસીબી અને 20 જેટલા માણસો કામે લાગ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથેની કામગીરી ચાલી રહી છે. વિજ કંપની મીટર કાપશે ત્યાર બાદ અમે કામગીરી શરૂ કરીશું. દબાણકર્તાઓ પણ સ્વૈચ્છિક દુર કરવામાં અમારી સાથે જોડાયા છે. અન્ય કર્મીએ જણાવ્યું કે, કુલ 12 જેટલા યુનિટ કાંસના માર્જિનમાં બનેલા છે. તેને દુર કરવાની કામગીરી ચાલી રહી છે.

પીઆઇ, પીએસઆઇ અને 30 જવાનોનો સ્ટાફ તૈનાત

પોલીસ કર્મીએ જણાવ્યું કે, પાલિકા દ્વારા બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જેના અનુસંધાને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને હાલ શાંતિ છે. એક પીઆઇ, પાંચ પીએસઆઇ અને 30 પોલીસ જવાનોનો સ્ટાફ છે. 12 જેટલા પતરાના શેડ દુર કરવાની કામગીરી કરવામાં આવનાર છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રોડ પરનો ભૂવા રીપેર કરાવામાં વિલંબ થતા વિરોધ

Tags :
Advertisement

.