ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સંકલનમાં મુલતવીના સુચન બાદ રોડ-રસ્તાના કામો સ્ટેન્ડિંગમાં મંજુર

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP - VADODARA) ના સંકલનની બેઠકમાં સુચિત મુલતવી રાખવા માટેના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી આપી દેવામાં આવી છે. જેથી સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ભાંજગડ વધુ એક વખત સપાટી પર આવવા પામી છે....
05:44 PM Oct 19, 2024 IST | PARTH PANDYA
VMC OFFICE : FILE PHOTO

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP - VADODARA) ના સંકલનની બેઠકમાં સુચિત મુલતવી રાખવા માટેના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી આપી દેવામાં આવી છે. જેથી સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ભાંજગડ વધુ એક વખત સપાટી પર આવવા પામી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા રોડ-રસ્તાના રૂ. 115 કરોડના કામોને વીટો પાવર વાપરીને મંજુર કરાવી દેવામાં આવ્યા છે. અગાઉ રોડ-રસ્તાના કામો આંતરિક ખેંચતાણમાં પાછળ ઠેલવામાં આવતા હોવાનો સુર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

વીટો પાવર વાપરીને કામો મંજુર કરાવ્યા

વડોદરામાં ગતરોજ પાલિકા (VADODARA - VMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા ભાજપની સંકલનની બેઠક મળી હતી. જેમાં રોડ-રસ્તાના કામોને મુલતવી રાખવા માટેનું સુચન કરવામાં આવ્યું હતું. જો કે, આ સુચન માત્ર સંકલનની બેઠક પુરતુ જ માન્ય રહ્યું હતું. સંકલનની બેઠક બાદ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા વીટો પાવર વાપરીને કાચા પાકા રોડ, સેન્ટ્રલ ડિવાઇડર, લિક્વીટ સિલકોટ ના રૂ. 115 કરોડના કામોને મંજુરી આપી દીધી હતી. જેની પુષ્ટિ સ્ટેન્ડિંગ સભ્ય દ્વારા કરવામાં આવી હતી. આ કામની મંજુર દરખાસ્ત પર ભાજપના કોર્પોરેટર હેમિષાબેન ઠક્કર અને ડો. રાજેશ શાહ એ સહી કરી ન્હતી.

સાંસદ અને ધારાસભ્યોની ઇચ્છાને અનુસરીને કામને મંજુરી આપવું જરૂરી

આ કામની મંજુરી સમયે ડો. શિતલ મિસ્ત્રીએ સ્ડેન્ડિંગના સભ્યોને જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યોની ઇચ્છાને અનુસરીને કામને મંજુરી આપવું જરૂરી છે. જેથી તેઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 28 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે આવનાર છે. ત્યારે રોડ-રસ્તાના કામો સ્ટેન્ડિંગમાં અટવાઇ પડવાના કારણે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સરકાર સુધી રજુઆતો કરવામાં આવી હતી. અને આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, હવે સ્ટેન્ડિંગ દ્વારા કામોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંસદ અટલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું

Tags :
approveBJPbydemandholdleadershipstandingsuggestedtoVadodaraVMC
Next Article