VADODARA : મોંઘીદાટ હોટલ-રેસ્ટોરેન્ટમાંથી મેળવેલા નમુના "સબ સ્ટાન્ડર્ડ" પુરવાર, વાંચો યાદી
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. તાજેતરમાં દિવાળી તહેવાર નિમિત્તે પાલિકાની આરોગ્ય શાખાની વિવિધ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી પનીર, માવો, આઇસક્રિમ, તેલ, ઘી, વગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, રીટેઇલ દુકાનો, કેન્ટીન તથા રેસ્ટોરેન્ટમાં સઘન તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સંતુષ્ટિ શેક, સયાજી હોટલ, હરિયાળી રેસ્ટોરેન્ટ અને અલ્કા રેસ્ટોરેન્ટ સહિતની અનેક જાણીતી જગ્યાઓ પરથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલોને લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવા માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેના ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.
કેટલીક જગ્યાએ તો ઉંચા ભાવ વસુલવામાં આવે છે
આજરોપ 15 નમુનાઓ સબસ્ટાન્ડર્ડ હોવાનું પુરવાર થયું છે. જેના અનુસંધાને વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે હોટલ-રેસ્ટોરેન્ટ તથા ફૂડ આઉટલેટના નમુના સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા છે, તે પૈકી કેટલીક જગ્યાએ તો ઉંચા ભાવ વસુલવામાં આવે છે. છતાં તેમને દ્વારા ક્વોલીટી જાળવવામાં નહીં આવતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. પાલિકાના રિપોર્ટની યાદી નીચે મુજબ છે. જે જોઇને તમને અંદાજો આવશે કે, કોઇને પણ ગ્રાહકની પડી નથી. મોટું હોય કે મધ્યમ તમામ આઉટલેટને માત્ર પૈસા કમાવવામાં જ રસ હોય તેવી લોકચર્ચાઓએ જ સ્થાન લીધું છે.
વાંચો યાદી વિગતવાર -
આ પણ વાંચો -- VADODARA : 6 દિવસ સંસ્કારી નગરીનું આતિથ્ય માણી કાશ્મીરી યુવકો રવાના