VADODARA : હવે પાલિકામાં પણ પાણીની સમસ્યા સામે આવી
VADODARA : વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી (VADODARA - VMC) એ ડહોળા પાણીની સમસ્યા સામે આવી છે. વાત ધ્યાને આવતા જ ડહોળા પાણી ભરેલો ગ્લાસ લઇને વિપક્ષના નેતા સહિતના કોંગી આગેવાનો મ્યુનિસિપલ કમિશનરની કેબિનમાં પહોંચી ગયા હતા. અને સમગ્ર સમસ્યાથી તેમને વાકેફ કરાવવામાં આવ્યા હતા. શહેરમાં ઠેર ઠેર દુષિત પાણીની સમસ્યાની બુમો ઉઠવા પામી છે. ત્યારે હવે આ સમસ્યા પાલિકાની કચેરીએ પહોંચી છે.
ડહોળુ હોવાનું જણાઇ આવ્યું
વડોદરામાં ઠેર ઠેર પાણીની બુમો ઉઠી રહી છે. ક્યાંક પાણી ડહોળુ અથવા તો મિશ્રિત આવે છે, તો ક્યાંક પાણી પુરતી નથી આવતું. ત્યારે હવે આ ડહોળા પાણીની સમસ્યા પાલિકા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં પાલિકાના સભાસદો દ્વારા પાણી મંગાવવામાં આવતા તે ડહોળુ હોવાનું જણાઇ આવ્યું હતું. બાદમાં સભાસદો પાલિકાના કમિશનરની કેબિનમાં પહોંચ્યા હતા. અને રજુઆત કરી હતી.
વિસ્તારમાં કેવું પાણી અપાતું હશે
પાલિકાના વિપક્ષના નેતા અમિબેન રાવત જણાવે છે કે, પાલિકાના સભાસદો દ્વારા પીવાનું પાણી આપવામાં આવતા આ પાણી આપવાનું આવ્યું. મેં મારી ઓફીસમાં પાણી મંગાવ્યું, તેમાં કચરા જેવું લાગ્યું એટલે ફરી વખત પાણી મંગાવ્યું હતું. બીજા ગ્લાસમાં પણ ડહોળુ જ પાણી આવ્યું. જો પાલિકામાં આવું પાણી અપાતું હોય, તો વિસ્તારમાં કેવું પાણી અપાતું હશે. પાણી જોતા લાગે છે કે, કોઇ પણ સંજોગોમાં લોકોને આવું પાણી અપાય નહી. આ બાબતે કમિશનરને રજુઆત કરવાના છીએ.
આક્રોશિત છીએ
વધુમાં તેમણે જણાવ્યું કે, જે રીતે વડોદરામાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. જો આ પ્રકારનું પાણી આપવામાં આવે તો પાણીજન્ય રોગો વધવાના જ છે. સભા પહેલા આ પાણી આપવામાં આવ્યું, જેને લઇને આક્રોશિત છીએ. વડોદરા શહેરના તમામ નાગરિકોને પીવાલાયક પાણી જ મળવું જોઇએ તેવું જીપીએમસી એક્ટ કહે છે. તે આપવાની પાલિકાની ડ્યુટી છે.
આ પણ વાંચો -- VADODARA : પાણીની સમસ્યાના નિરાકરણ માટે લોંગ ટર્મ પ્લાનિંગ કરવા સૂચન