Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભારે વરસાદ વચ્ચે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી શહેર પર નજર

VADODARA : વડોદરા (VADODARA) માં વહેલી સવારથી વરસાદે જોરદાર બેટીંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય વિભાગના વડાઓ દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CITY COMMAND AND CONTROL CENTER) પરથી આખા શહેરમાં નજર રાખવામાં આવી...
vadodara   ભારે વરસાદ વચ્ચે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી શહેર પર નજર

VADODARA : વડોદરા (VADODARA) માં વહેલી સવારથી વરસાદે જોરદાર બેટીંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય વિભાગના વડાઓ દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CITY COMMAND AND CONTROL CENTER) પરથી આખા શહેરમાં નજર રાખવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, આજે ઓરેન્જ એલર્ટ હતું. આવતી કાલે યલો એલર્ટ છે. એટલે આવતી કાલે આટલો બધો વરસાદ આવવાની શક્યતાઓ ઓછી છે. આજે લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવનાઓ હતી, તે પૈકી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમારી ટીમો ફિલ્ડ પર કામ કરી રહી છે.

Advertisement

5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો

સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી શહેર પર નજર રાખતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જણાવે છે કે, સવારથી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અમારી બધી ટીમો ફિલ્ડમાં છે. જે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં સુચનાઓ આપવામાં આવે છે. સ્થાનિક માહિતી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સુચનાઓ આપીને ત્વરીત કામગીરી થાય તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે. આજે ઓરેન્જ એલર્ટ હતું. આવતી કાલે યલો એલર્ટ છે. એટલે આવતી કાલે આટલો બધો વરસાદ આવવાની શક્યતાઓ ઓછી છે. આજે લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવનાઓ હતી, તે પૈકી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

Advertisement

કલેક્ટર, અને પોલીસ કમિશનરના સતત સંપર્કમાં

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી સંપૂર્ણ તૈયારીઓ છે, ફાયર સહિતની ટીમો અહીંયા છે. વધારે વરસાદ પડે તો તે અંગેની વ્યવસ્થા કરવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોમાં છ ઇંચથી એક ફૂટ જેટલું પાણી ભરાયું છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે છે, એટલે ચિંતા નથી. અમે સ્થિતી પર સતત નજર રાખી રહ્યા છીએ. અમુક જગ્યાઓએ પાણી ભરાયું છે, તેને પ્રાથમિકતા આપીને અમારી એન્જિનીયરીંગની ટીમ કામ કરી રહી છે. વધુ વરસાદ આવે તો શિફ્ટીંગની કામગીરી પણ કરવા અમે તૈયાર છીએ. અમે જિલ્લા કલેક્ટર, અને પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છીએ. બધા ચિંતા કરી રહ્યા છીએ. ટ્રાફીકના પ્રશ્નનને લઇને પાલિકા અને પોલીસ સતત સંપર્ક સાધી રહ્યા છીએ. શાળા અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, અમે માનીએ છીએ, ત્યાં અમારી ટીમ કામ કરી રહી છે.

રેસ્ક્યૂની સ્થિતી આવે તો અમે તૈયાર

આ તકે વડોદરાના I/C ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, હાલ ફાયર બ્રિગેડની 21 ટીમો તૈનાત છે. વધારે પાણી ભરાય અને રેસ્ક્યૂની સ્થિતી આવે તો અમે તૈયાર છીએ. વરસાદ પડી રહ્યો છે, બાકી સ્થિતી કંટ્રોલમાં છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચાલુ વરસાદમાં પોલીસની કામગીરીને "સલામ", પાલિકાના ઉડ્યા ધજાગરા

Tags :
Advertisement

.