Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રજાના દિવસે પ્રિન્સિપાલ સેક્રેટરીની પાલિકાના અધિકારીઓ જોડે બેઠક

VADODARA : આજરોજ રવિવારની રજાના દિવસે રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીની વડોદરા (VADODARA) પાલિકાના અધિકારીઓ જોડે બંધ બારણે બેઠકના કારણે લોકોમાં ઉત્સુકતા વ્યાપી છે. જો કે, આ બેઠક આવનાર સમયમાં શહેરમાં ક્યારે ના થઇ હોય તેવા સ્વચ્છતા અભિયાન અંગેની હોવાનું પાલિકા...
vadodara   રજાના દિવસે પ્રિન્સિપાલ સેક્રેટરીની પાલિકાના અધિકારીઓ જોડે બેઠક

VADODARA : આજરોજ રવિવારની રજાના દિવસે રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીની વડોદરા (VADODARA) પાલિકાના અધિકારીઓ જોડે બંધ બારણે બેઠકના કારણે લોકોમાં ઉત્સુકતા વ્યાપી છે. જો કે, આ બેઠક આવનાર સમયમાં શહેરમાં ક્યારે ના થઇ હોય તેવા સ્વચ્છતા અભિયાન અંગેની હોવાનું પાલિકા કમિશનર તથા પ્રિન્સિપાલ સેક્રેટરી જણાવી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાન અથવાતો મુખ્યમંત્રી એરક્રાફ્ટ કેરીયરના યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે આવનાર હોવાથી બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

સુશોભનની કામગીરી પણ ગતિમાં

વડોદરા પાલિકા કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વડોદરામાં પૂરની પરિસ્થિતી બાદ એક ઝૂંબેશરૂપે મુખ્યમંત્રી અને શહેરના પ્રભારી મંત્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ, આરોગ્ય કેમ્પ તથા અન્ય આયોજન કરવામાં આવ્યા હતા. હમણાં પાંચ દિવસ પહેલા ખુબ જ વરસાદ પડ્યો, અને તેના પછી પુન: ઝુંબેશરૂપે ભૂવા-ખાડા રીપેર કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. લગભગ 10 હજાર જેટલા નાના-મોટા ખાડાઓ અમે ભર્યા છે. જોડે જોડે સુશોભનની કામગીરી પણ ગતિમાં છે. બિનજરૂરી ઝાડ દુર કરવા સહિત અનેક કામનો ચાલી રહ્યા છે. શહેરને સુંદર રીતે શણગારવામાં આવે તે માટેની મીટિંગ કરી રહ્યા છે. અમે જે કામગીરી કરી રહ્યા છે તેની માટે માનનીય પ્રિન્સિપાલ સેક્રેટરી આજે આવ્યા હતા.

અભિયાનને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું

પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમારે જણાવ્યું કે, આજે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના સિનિયર અધિકારીઓ સાથે મેં બેઠક કરી છે. વડોદરામાં દશેરા અને દિવાળી વચ્ચે ખુબ મોટું સફાઇ કામ કરવામાં આવે. શહેરના સુંદરીકરણ માટે કામ કરવામાં આવે. ભૂતકાળમાં ના થયું હોય તેવું કામ થાય તે માટે અધિકારીઓ સાથે બેસીને રણનિતી બનાવી છે. 15 - 20 દિવસમાં શહેરનું સુંદર બ્યુટીફીકેશન થાય તેવું કરવામાં આવ્યું છે. જેનું તમને જોવા મળશે. સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારત સરકારના અર્બન ડેવલોપમેન્ટના નેજા હેઠળ સફાઇનું વ્યાપક અભિયાન કરવામાં આવ્યું છે. આ અભિયાનને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમન અંગે તેમને કોઇ માહિતી ના હોવાનું જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાલિકાની વોર્ડ ઓફીસ સામેના રહેણાંક વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ

Advertisement
Tags :
Advertisement

.