Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VMCની સ્કવોર્ડ દ્વારા મિર્ચ મસાલા અને KFC ના આઉટલેટ પર તપાસ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) દ્વારા ફૂટ સેફ્ટીનું ચેકીંગ કરવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડની (FLYING SQUAD) રચના કરવામાં આવી છે. અગાઉ સ્કવોર્ડ દ્વારા બાસુંદી અને સોરઠીયો થાળ ગુજરાતી થાળી પર તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પાલિકાની સ્કવોર્ડ દ્વારા...
vadodara   vmcની સ્કવોર્ડ દ્વારા મિર્ચ મસાલા અને kfc ના આઉટલેટ પર તપાસ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) દ્વારા ફૂટ સેફ્ટીનું ચેકીંગ કરવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડની (FLYING SQUAD) રચના કરવામાં આવી છે. અગાઉ સ્કવોર્ડ દ્વારા બાસુંદી અને સોરઠીયો થાળ ગુજરાતી થાળી પર તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પાલિકાની સ્કવોર્ડ દ્વારા સમા સાવલી રોડ પર આવેલી મિર્ચ મસાલા અને કેએફસીના ફૂટ આઉટ લેટ સામે કાર્યવાહી કરી છે. મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટમાં વાસી ભજીયા-બટાકાવડા મળી આવતા તેને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે.

Advertisement

સંચાલકોમાં ભારે ફફડાટ

વડોદરા સહિત રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાંથી માખી, વંદા, ઘરોળી નિકળાની ઘટનાઓ બાદ સરકાર સફાળી જાગી છે. અને ફૂટ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે તથા તેનું ચેકીંગ હાથ ધરવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. વડોદરામાં સ્કવોર્ડ દ્વારા નિલાંબર સર્કલ પાસે આવેલી બાસુંદી અને સોરઠીયો થાળ રેસ્ટોરેન્ટમાં તપાસ કરવામાં આવી હતી. આજે સમા સાવલી રોડ પર આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટમાં તપાસ કરવામાં આવી છે. જે પૈકી મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટમાંથી વાસી ભજીયા અને બટાકા વડાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. પાલિકાની સ્કવોર્ડની કાર્યવાહીથી રેસ્ટોરેન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

10 દિવસનો ટાઇમીંગ આપવાનો હોય

પાલિકાની ખોરાક શાખાના જે કે ગોહિલે મીડિયાને જણાવ્યું કે, અત્યારે ખાદ્ય પદાર્થોમાંથી માખી, વંદા નિકળવાનો પ્રશ્ન ચાલી રહ્યો છે. તેમાં સરકારની સુચના મુજબ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા લોકો વધુ જમવા જાય ત્યાં તપાસ કરીએ છીએ. તપાસ બાદ ઓનલાઇન નોટીસ આપવામાં આવશે. અત્યારે ફુડ સેફ્ટી અંગે અમારી તપાસ કરીને તેને સુધારવા માટે 10 દિવસનો ટાઇમીંગ આપવાનો હોય છે. ત્યાર બાદ તેઓ નિયમોનો ભંગ કરતા ઝડપાય તો તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તે એક પ્રકારે સીલ કરવા જેવી જ કામગીરી થઇ. સુત્રોએ જણાવ્યું કે, મીર્ચ મસાલા હોટલમાંથી વાસી ભજીયા અને બટાકા  વડાનો નાશ કરવામાં આવ્યો છે.

Advertisement

ઇમ્પ્રુવમેન્ટ નોટીસ જશે

બીજા દરોડા અંગે માહિતી આતપા જે. કે. ગોહિલે મીડિયાને જણાવ્યું કે, સમા સાવલી રોડ પર આવેલા કેએફસી રેસ્ટોરેન્ટમાં તપાસ કરવામાં આવી હતી. સ્કવોર્ડમાં કેએફસીને એવરઓલ સારૂ દેખાઇ આવે છે. તેમના દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં આવતી હોવાનું દેખાય છે. તેમના ડોક્યૂમેન્ટની ચકાસણી કરવામાં આવશે, તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ જશે, ડોક્યૂમેન્ટની કોઇ પણ ક્વેરી સોલ્વ કરવી પડશે. રેસ્ટોરેન્ટ દ્વારા વેજ અને નોન વેજને અલગ સ્ટોર કરવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : વોર્ડ નં - 1 ની તૈયાર ઓફીસને ઉદ્ધાટનની વાટ

Advertisement

Tags :
Advertisement

.