Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સબ ફાયર ઓફીસરને "ગાર્ડ ઓફ ઓનર" સાથે અંતિમ વિદાય

VADODARA : ગુરૂનાથ નાયક ફાયર મેન તરીકે સર્વિસમાં જોડાયા હતા, અને તેઓ સબ ફાયર ઓફીસર સુધી પહોંચ્યા હતા - ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદ
vadodara   સબ ફાયર ઓફીસરને  ગાર્ડ ઓફ ઓનર  સાથે અંતિમ વિદાય

VADODARA : વડોદરા ફાયર વિભાગના સબ ફાયર ઓફીસર ગુરૂનાથ નાયકને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર અંતિમ વિદાય આપવામાં આવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ આપીને અંતિમ વિદાય આપવામાં આવી છે. તેમના અચાનક વિદાયથી ડિપાર્ટમેન્ટને મોટી ખોટ પડશે, તેવું ઉચ્ચ અધિકારીનું માનવું છે.

Advertisement

ફાયર વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું

વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સિનિયર સબ ફાયર ઓફીસરનું આજે દેહાંત થયું છે. આ તકે ફાયર વિભાગના જવાનો દ્વારા તેમને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. અનુભવી અધિકારીના અચાનક દેહાંતને પગલે ફાયર વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તેમની કામગીરીથી અમે શીખ્યા છીએ

વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદ એ મીડિયાને જણાવ્યું કે, વડોદરા ફાયર સર્વિસમાં આજે એક દુખદ પ્રસંગ છે. વિભાગીય પરિવારના ગુરૂનાથ નાયક ફાયર મેન તરીકે સર્વિસમાં જોડાયા હતા, અને તેઓ સબ ફાયર ઓફીસર સુધી પહોંચ્યા હતા. ફાયર, રેસ્ક્યૂ તથા અન્ય કોઇ પણ પ્રકારના કોલમાં તેમની કામગીરીથી અમે શીખ્યા છીએ. તેમનું માર્ગદર્શન મહામૂલુ હતું. અમે પાણીગેટ ફાયર સ્ટેશનમાં તેમના શ્રદ્ધાંજલિ આપી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમનો મૃતદેહ પરિવારનો સોંપવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU અને BCA વચ્ચે બે વર્ષ પહેલા પડેલી દરાર સાંધવાની તૈયારી

Advertisement
Tags :
Advertisement

.