Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાના ભરતી મેળામાં ઉમેદવારોનું ઘોડાપૂર

VADODARA : વડોદરા (VADODARA) મહાનગર પાલિકા (VMC) દ્વારા વિવિધ વિભાગોમાં એન્જિનીયરીંગને લગતી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરવાપાત્ર પોસ્ટ સામે જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે, તેનો આંકડો ખરેખર આશ્ચર્યનજક છે. આ જોતા હજી યુવાનોમાં સરકારી નોકરીને લઇને વધુ ક્રેઝ...
vadodara   પાલિકાના ભરતી મેળામાં ઉમેદવારોનું ઘોડાપૂર

VADODARA : વડોદરા (VADODARA) મહાનગર પાલિકા (VMC) દ્વારા વિવિધ વિભાગોમાં એન્જિનીયરીંગને લગતી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરવાપાત્ર પોસ્ટ સામે જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે, તેનો આંકડો ખરેખર આશ્ચર્યનજક છે. આ જોતા હજી યુવાનોમાં સરકારી નોકરીને લઇને વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેવું સ્પષ્ટ થાય છે.

Advertisement

યુવાનોમાં સરકારી નોકરી પ્રત્યે લગાવ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેર (મીકેનીકલ અને ઇલેક્ટ્રીકલ), એડીશનલ આસીસ્ટન્ટ એન્જિનીયર (મીકેનીકલ અને ઇલેક્ટ્રીકલ), નાયબ કાર્યપાલક એન્જિનીયર, આસીસ્ટન્ટ એન્જિનીયર, એડીશનલ એન્જિનીયર (સિવિલ) અને કાર્યપાલક એન્જિનીયર (સિવિલ) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આવમાર ઓક્ટોબર માસમાં તેની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના આ ભરતી મેળામાં જાણે ઉમેદવારોનું ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતી જોવા મળી છે. અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) ની વર્ગ - 3 ની પોસ્ટ માટે 36 ની સંખ્યા સામે 10,792 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ પરથી યુવાનોમાં સરકારી નોકરી પ્રત્યે કેટલો લગાવ છે તેનો અંદાજો લગાડી શકાય છે.

36 પોસ્ટ માટે 10,792 ઉમેદવારો મેદાને

કાર્યપાલક ઇજનેર (ઇલેક્ટ્રીકલ) ની વર્ગ - 1 ની એક માત્ર પોસ્ટ માટે 901 ઉમેદવારો મેદાને છે. અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રીકલ) ની વર્ગ - 3 ની 5 પોસ્ટ માટે 3,401 ઉમેદવારો મેદાને છે. કાર્યપાલક ઇજનેર (મીકેનીકલ) ની વર્ગ - 1 ની એક માત્ર પોસ્ટ માટે 1,208 ઉમેદવારો મેદાને છે. અધિક મદદનીશ ઇજનેર (મીકેનીકલ) ની વર્ગ - 3 ની 4 પોસ્ટ માટે 4,067 ઉમેદવારો મેદાને છે. કાર્યપાલક ઇજનેર (સીવીલ) ની વર્ગ - 1 ની 3 પોસ્ટ માટે 335 ઉમેદવારો મેદાને છે. નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ) ની વર્ગ - 1 ની 3 પોસ્ટ માટે 719 ઉમેદવારો મેદાને છે. મદદનીશ ઇજનેર (સીવીલ) ની વર્ગ - 3 ની 16 પોસ્ટ માટે 3,218 ઉમેદવારો મેદાને છે. જ્યારે અધિક મદદનીશ ઇજનેર (સીવીલ) ની વર્ગ - 3 ની 36 પોસ્ટ માટે 10,792 ઉમેદવારો મેદાને છે. જે કોઇ પણ પોસ્ટની સરખામણીએ સૌથી વધુ છે.

Advertisement

અન્ય પોસ્ટ માટેની ભરતી

આ સાથે પાલિકા દ્વારા સ્ટેશન ઓફીસર (ફાયર) - 5, ડિવિઝનલ ઓફીસર (ફાયર) - 2, ગાર્ડન સુપરવાઇઝર (હોર્ટીકલ્ચર - બાગાયત) - 5, સબ ઓફીસર (ફાયર) - 9, આસી. એન્જિનીયર (મીકેનીકલ) - 5, આસી. એન્જિનીયર (ઇલેક્ટ્રીકલ) - 1 અને સૈનિક (ફાયર મેન) - 25 + 25 (સંભવિત) જગ્યાએ પર પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં જિલ્લો રાજ્યભરમાં બીજા ક્રમાંકે

Advertisement

Tags :
Advertisement

.