Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ન્યાય મંદિર નજીક ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ડે. મેયર પહોંચ્યા, બેરિકેટિંગ અંગે વિચારણા

VADODARA : વડોદરા (VADODARA) માં જૂની કોર્ટના ન્યાય મંદિર (NYAN MANDIR - VADODARA) બિલ્ડીંગ પાસે દુધવાળા મહોલ્લાથી પથ્થર ગેટ સુધી ટ્રાફીકની ભારે સમસ્યા છે. લોકો દ્વારા રોડ પર આડેધડ ટુ-વ્હીલર અને કાર પાર્ક કરવામાં આવતા રસ્તો સાંકડો થઇ રહ્યો છે....
vadodara   ન્યાય મંદિર નજીક ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ડે  મેયર પહોંચ્યા  બેરિકેટિંગ અંગે વિચારણા

VADODARA : વડોદરા (VADODARA) માં જૂની કોર્ટના ન્યાય મંદિર (NYAN MANDIR - VADODARA) બિલ્ડીંગ પાસે દુધવાળા મહોલ્લાથી પથ્થર ગેટ સુધી ટ્રાફીકની ભારે સમસ્યા છે. લોકો દ્વારા રોડ પર આડેધડ ટુ-વ્હીલર અને કાર પાર્ક કરવામાં આવતા રસ્તો સાંકડો થઇ રહ્યો છે. જેથી ખાસ કરીને પીક અવર્સમાં અહિંયાથી અવર-જવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ અગાઉ આ મામલાના ઉકેલ માટે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દુઘવાળા મહોલ્લા પાસેના વિસ્તારની ફરી મુલાકાતે પહોંચ્યા હતા. આજે ફરી તેઓ આવ્યા છે. અને સ્થિતીની ઝીણવટભરી સમીક્ષા કરી રહ્યા છે.

Advertisement

રોડ પર આ રીતે પાર્કિંગ ના થાય

આ તકે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે, અહિંયા રોડની પહોળાઇ બરાબર છે. પાલિકા દ્વારા જે રોડ બનાવવામાં આવ્યા છે. તે 60 ફૂટનો રોડ છે. પરંતુ રોજની બંને બાજુ ડબલ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. તમે જુઓ તો ગાડીઓ મુકી રાખવામાં આવી છે. આખો રસ્તો રોક્ચો છે. લોકોએ પણ સમજવાની જરૂર છે. રોડ પર આ રીતે પાર્કિંગ ના થાય. પાલિકા મદદ કરવા માટે તૈયાર છે. અમે આ રોડ પર ડિવાઇડર નાંખવાનું આયોજન કરી રહ્યા છીએ. ડિવાઇડર નાંખ્યા બાદ ટ્રાફીકની સમસ્યા હળવી થશે. મેં ટ્રાફીક શાખામાં પણ વાત કરી છે, પરંતુ તેઓ હજી સુધી આવ્યા નથી. અમે લોકોની સુવિધા વધારવા માંગીએ છીએ. પ્રાયોગીક ધોરણે બેરિકેટિંગ કરવાનો વિચાર છે. મુખ્ય કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે.

અહિંયા 18 મીટરનો રોડ અને સાથે ફૂટપાથ છે

ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું કે, રસ્તા પર તમે જોશો કે ટુ વ્હીલરનું ચાર લાઇનમાં પાર્કિંગ થાય છે. દુકાનોવાળાનું પણ પાર્કિંગ રોડ પર છે. કેટલીક કારને રોડ સાઇડમાં કવર ચઢાવીને મુકી રાખવામાં આવી છે. તેની નીચે સાફસફાઇ થઇ શકતી નથી. લોકો પાર્ક કરીને જતા રહે છે. અહિંયા 18 મીટરનો રોડ અને સાથે ફૂટપાથ છે. પણ તમે જુઓ એટલો સાંકળો થઇ ગયો છે. સ્કુટર, રીક્ષા સાંજના સમયે લઇ જવું હોય તો સાંકડો પડે છે. આ રોડનો જોડતા અન્ય મુખ્ય માર્ગનો ટ્રાફીક અહિંયા આવીને ભેગો થતો હોય છે. સાંજે તમે જુઓ તો ચાલવાની પણ જગ્યા નથી બચતી.

Advertisement

હું વર્ષ 2018 થી પત્રો લખીને કામ કરવાનું જણાવી રહ્યો છું

વધુમાં તેમણે જણાવ્યું કે, એક જમાનામાં વર્ષ - 1990 માં અહિંયા બસ સ્ટેન્ડ હતા. વાઘોડિયા, ડભોઇ બસો આવતી હતી, તે પોર અને કરજણ સુધી જતી હતી. તેના કારણે ટ્રાફીક જામ થતો હતો. જેથી તેને ખસેડી દેવામાં આવ્યું. બાદમાં કોર્ટના પાર્કિંગના કારણે સમસ્યા હતી. કોર્ટને વર્ષો પહેલા ખસેડી લેવામાં આવી છે. જે દબાણ થતું હતું તે અગાઉથી જ દુર કરી દેવામાં આવ્યું છે. 18 મીટરનો રોડ છતાં રીક્ષા જઇ શકતી નથી. હું વર્ષ 2018 થી પત્રો લખીને કામ કરવાનું જણાવી રહ્યો છું. કોઇ પ્રત્યુત્તર નહીં. આખરે હું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને વ્યક્તિગત રીતે બે વખત મળ્યો, તેમણે બે દિવસ પહેલા ટાઇમ કાઢીને સ્થળ તપાસ કરી હતી. આજે તેમણે એસીપી સહિતના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા છે. તેઓ એક્શન લેશે, અને સફળ પણ થશે, તેવો અમને વિશ્વાસ છે. તે લોકોના હિતમાં આ કામ કરશે. સેન્ટ્રલ ડિવાઇડર નાંખવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા દુર થઇ જાય તેમ છે.

ગેરસમજના કારણે વિષયો અલગ દિશામાં જતા રહેતા હતા

હાલના કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે, જ્યારથી અમે કોર્પોરેટર બન્યા ત્યારથી અમે રજુઆતો કરી રહ્યા હતા. પરંતુ લોકોની ગેરસમજના કારણે વિષયો અલગ દિશામાં જતા રહેતા હતા. પણ હવે અમે રસ્તા ખુલ્લા કરાવીને રહીશું. અહિંયા રહેતા ના હોય તેઓ પણ અહિંયા પાર્ક કરીને જતા રહે છે. બેજવાબદારોને આરટીઓના મેમો આપવા જોઇએ. અમે ડેપ્યુટી મેટરની સાથે છીએ. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વર્ગ - 3 માં સીધી ભરતીનો બનાવટી ઇ-મેલ મોકલી છેતરપીંડિ

Tags :
Advertisement

.