ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ટ્રેક બાદ હવે સાયકલ પ્રોજેક્ટ મરણપથારીએ પહોંચ્યો

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA - VMC) દ્વારા સાયકલ સંબંધિત જે કોઇ કામ કરવામાં આવે છે, તે વહેલું મોડું મરણ પથારીએ પહોંચી જાય છે. પહેલા પૂર્વ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલો સાયકલ ટ્રેક (CYCLE TRACK) ખોદી નાંખવો પડે તેવી સ્થિતીનું સર્જન...
05:31 PM Oct 21, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA - VMC) દ્વારા સાયકલ સંબંધિત જે કોઇ કામ કરવામાં આવે છે, તે વહેલું મોડું મરણ પથારીએ પહોંચી જાય છે. પહેલા પૂર્વ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલો સાયકલ ટ્રેક (CYCLE TRACK) ખોદી નાંખવો પડે તેવી સ્થિતીનું સર્જન થયું હતું. અને ત્યાર બાદ હવે પાલિકા દ્વારા કમાટી બાગમાં સહેલાણીઓ ફરી શકે તે માટે વસાવવામાં આવેલી સાયકલો ભંગાર હાલતમાં મળી આવતા સામાજીક કાર્યકરે અવાજ ઉઠાવ્યો છે. આમ, કમાટીબાગમાં સહેલાણીઓ ફરી શકે તે માટે અમલમાં મુકવામાં આવેલો સાયકલ પ્રોજેક્ટ હાલ તો મરણ પથારીએ હોવાનું લાગી રહ્યું છે. હવે તેને જીવંત કરવા કયા પ્રકારના પ્રાયાસો કરવામાં આવે છે, તે જોવું રહ્યું.

તેનો હેતુ ક્યારે સંપૂર્ણ સિદ્ધ થઇ શક્યો નથી

વડોદરા પાલિકા દ્વારા અગાઉ લાખો રૂપિયાના ખર્ચે સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાયકલ ટ્રેક શરૂ થયો ત્યાર બાદથી તેના પર દબાણો હતા. જેથી તેનો હેતુ ક્યારે સંપૂર્ણ સિદ્ધ થઇ શક્યો નથી. દરમિયાન પાણીની લાઇનના ખોદકામ અર્થે પાલિકા દ્વારા સાયકલ ટ્રેક ખોદી કાઢીને લોકોના પૈસાનું પાણી કરવામાં આવ્યું છે. હવે કમાટી બાગમાં સહેલાણીઓ માટે મુકેલો સાયકલ પ્રોજેક્ટ મરણ પથારીએ પહોંચ્યો હોવાનું લાગી રહ્યું છે. આ સમસ્યાને સામાજીક કાર્યકર દ્વારા ઉજાગર કરવામાં આવી છે.

ટાયરોમાં હવા નથી, ચેઇનો ઉતરી ગઇ છે,

સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ કહ્યું કે, આ સયાજીરાવ બાગ, કમાટીબાગ છે. આ વિશાળ બગીયો છે. અહિંયા દિવસભર લોકો આવતા હોય છે. બગીચામાં લોકો સાયકલીંગ કરે તે માટે તે વસાવવામાં આવી છે. પરંતુ હાલના દ્રશ્યો જોતા તમામ સાયકલો ભંગાર હાલતમાં છે, ટાયરોમાં હવા નથી, ચેઇનો ઉતરી ગઇ છે, સાયકલો પર કાટ લાગી ગયો છે. તેને સાચવવા માટેની જગ્યાએ શેડ પણ નથી. પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક ખોદી નાંખવામાં આવ્યો છે. પાલિકાના અધિકારીઓ જલ્દી સાયકલ સેવા શરૂ કરે. બંધ સાયકલોના કારણે બહારથી આવતા લોકોને તેનો લાભ મળતો નથી. આ સાયકલોને સત્વરે રીપેરીંગ કાર્ય પૂર્ણ કરીને શરૂ કરી દેવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : "અમારે સ્માર્ટ વિજ મીટર નથી જોઇતા", નવા કનેક્શન ધારકોની માંગ

Tags :
baugcyclefailsforkamatiProjectVadodaravisitorVMCZoo
Next Article