ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ડિવાઇડરના કામમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટર

VADODARA : વડોદરા (VADODARA) ના મુક્તાનંદ સર્કલ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જે ડિવાઇડર ગતરોજ બસાડવામાં આવ્યા હતા. તે આજે સવારે પડેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડર બેસાડવામાં ગોલમાલ...
12:46 PM Aug 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના મુક્તાનંદ સર્કલ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જે ડિવાઇડર ગતરોજ બસાડવામાં આવ્યા હતા. તે આજે સવારે પડેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડર બેસાડવામાં ગોલમાલ કરવામાં આવી હોવાનું સામે આવવા પામ્યું છે. આ જોતા આસપાસના રહીશો દ્વારા ભ્રષ્ટાચારની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું

વડોદરામાં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કામગીરી અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. મોટાભાગે કામગીરીમાં પોલંપોલ જ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. તાજેતરમાં વડોદરાના મુક્તાનંદ સર્કલ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડર બેસાડવાની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત ગતરોજ પણ ડિવાઇડર બેસાડવામાં આવ્યા હતા. જે આજે સવારે જોતા આડા પડી ગયા હતા. જેને લઇને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. આ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગણગણાય અંદરખાને જોવા મળી રહ્યો છે.

ફરીથી લગાડવાની કામગીરી જારી

પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી 24 કલાક પણ ન ટકે, આ વાતે વિસ્તારમાં આશ્ચર્ય સર્જ્યું છે. તો બીજી તરફ આજે સવારથી જ આડા પડી ગયેલા ડિવાઇડરના બ્લોક્સને ફરીથી લગાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. એકને એક ડિવાઇડરના બ્લોકને બીજી વખત બેસાડવાની કામગીરીમાં લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય તેમજ જણાઇ આવે છે.

કામગીરી સામે પણ લોકોના મનમાં ભારે શંકા

લોકચર્ચા મુજબ, સામાન્ય રીતે ડિવાઇડરને ખાડો કરીને તેમાં ફીટ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાં જરૂરી સિમેન્ટ ભરવામાં આવે છે. આ રીતે કરવામાં આવેલી કામગીરી લાંબો સમય ટકે છે. તેનાથી વિપરીત મુક્તાનંદ પાસે લગાડવામાં આવેલા ડિવાઇડરને રોડ પર ખાડા વગર જ ઉભા કરી દેવામાં આવ્યા છે. અને તેમાં સિમેન્ટ ભરીને લગાડવામાં આવી રહ્યા છે. આ કામગીરી સામે પણ લોકોના મનમાં ભારે શંકા છે.

આ પણ વાંચો -- VADODARA : સુશેન પાસે ચાલુ વરસાદે ખાડા પુરાયા, મેયરે કહ્યું "જવાબ માંગીશુ"

Tags :
blocscontractordividerinstallofpoorTalkthetotownVadodaraVMCWork
Next Article