Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VMC માં બે મહત્વના વિભાગની બેઠક મળી, જાણો શું ચર્યાયુ

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની કચેરીએ બે મહત્વના વિભાગોની બેઠક મળી છે. જેમાં સ્માર્ટ સિટી (SMART CITY) અને પાણી પુરવઠા વિભાગના એન્જિનીયર્સ જોડે મ્યુનિસિપલ કમિશનર (MUNICIPAL COMMISSIONER VADODARA) દિલીપ રાણીની બેઠક મળી છે. બને મીટિંગમાં સ્માર્ટ...
vadodara   vmc માં બે મહત્વના વિભાગની બેઠક મળી  જાણો શું ચર્યાયુ

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની કચેરીએ બે મહત્વના વિભાગોની બેઠક મળી છે. જેમાં સ્માર્ટ સિટી (SMART CITY) અને પાણી પુરવઠા વિભાગના એન્જિનીયર્સ જોડે મ્યુનિસિપલ કમિશનર (MUNICIPAL COMMISSIONER VADODARA) દિલીપ રાણીની બેઠક મળી છે. બને મીટિંગમાં સ્માર્ટ સિટી અંતર્ગત આઇટી સોલ્યુશન તથા પાણીની સમસ્યા દુર કરવા માટે લાંબા ગાળાના આયોજન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

Advertisement

પાણીના વોર્ડ, ઝોન અને હેડ ઓફિસના એન્જિનીયર્સ સાથે બેઠક

સમગ્ર મીટિંગને લઇને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જણાવે છે કે, આજે એક બેઠક સ્માર્ટ સિટી અંતર્ગત મળી હતી. જેમાં શહેર માટે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન, અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સને લઇને ચર્ચા કરવામાં આવી હતી. સાથે ચોમાસાની રૂતુમાં પાણી લિકેજ અને કન્ટામિનેશન (મિશ્રિત પાણી) ના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છેે, તેની માટે પાણીના વોર્ડ, ઝોન અને હેડ ઓફિસના એન્જિનીયર્સ સાથે એક વિસ્તૃત બેઠક થઇ હતી. જોડે જોડે આરોગ્ય અને પાણી પુરવઠા વચ્ચે સંકલનના પ્રશ્નો દુર કરવા માટે, પાણીનું પ્રેશર ઓછુ આવતું હોય તેવી સમસ્યાઓ સામે લાંબાગાળાનું આયોજન લાવવા માટેની સમગ્ર બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે.

લિકેજ થવાના પ્રશ્નો ન આવે

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્ડસ ટાવર, ઇઆરપી પ્રોજેક્ટ્સ તથા આગામી સમયમાં સિટીમાં આઇટીના પ્રોજેક્ટ્સ અને સમસ્યાઓનું સોલ્યુશન આવે તે માટેની ચર્ચા કરવામાં આવી છે. સાથે જ જુની જર્જરિત પાણીની લાઇનોને અમે રીપેર કરી રહ્યા છે. તેને ટોટલી રીપ્લેસ કરી દેવામાં આવે તેની માટે અમે લાગેલા છીએ. જેથી તે જર્જરિત થવાના, લિકેજ થવાના પ્રશ્નો ન આવે તેની માટે અમે પ્લાનીંગ કરી રહ્યા છે. જેટલી જુની લાઇને છેલ્લા પાંચ વર્ષમાં ભાંગી છે, ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં, તેની ઓળખી તેનો ડીપીઆર બનાવી અને તેનું ઝડપથી અમલીકરણ થાય તે માટેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારીઓની પેનડાઉન હડતાલ

Advertisement
Tags :
Advertisement

.