VADODARA : વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો
VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો થયો હોવાનું સપાટી પર આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક વખત મોટી માત્રામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકાની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, સવારે 9 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રીની સપાટી 17.75 ફૂટ અને આજવા સરોવરની સપાટી 211.75 ફૂટ નોંધવામાં આવી છે. તાજેતરમાં નર્મદા ડેમ અને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાનું પણ સપાટી પર આવવા પામ્યું છે.
નદીનું જળસ્તર વધે તેવી પૂરેપૂરી સંભાવના
વડોદરા સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વિતેલા 2 દિવસથી વડોદરામાં વરસાદી માહોલ ભારે જામ્યો છે. અને છુટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં વધુ એક વખત શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકાની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, સવારે 9 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રીની સપાટી 17.75 ફૂટ અને આજવા સરોવરની સપાટી 211.75 ફૂટ નોંધવામાં આવી છે. તો બીજી તરફ આગામી સમયમાં પણ વરસાદની આગાહીને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.
કુદરતની મહેરથી નદી અને ડેમ છલકાઇ રહ્યા છે
સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજ્યના જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેને પગલે તાજેતરમાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. સાથે જ વાઘોડિયામાં આવેલો દેવ ડેમ છલકાતા દરવાજા ખોલવા પડ્યા હતા. આમ, કુદરતની મહેરથી નદી અને ડેમ છલકાઇ રહ્યા છે. જે જોતા આવનાર સમયમાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીવત બનીને રહે તો નવાઇ નહીં.
આ પણ વાંચો -- VADODARA : દેવ ડેમ છલકાયો, 25 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના