Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૈરાણીક મહત્વ ધરાવતું વિશ્વામિત્રી કિનારાનું વ્યાસેશ્વર મહાદેવ મંદિર

VADODARA : આપણે ત્યાં મોટાભાગે સનાતન ધર્મના દેવી દેવતાઓ ના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રધ્ધા ના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે પરંતુ વડોદરા (VADODARA) ની નજીક દેણા ગામે આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન...
vadodara   પૈરાણીક મહત્વ ધરાવતું વિશ્વામિત્રી કિનારાનું વ્યાસેશ્વર મહાદેવ મંદિર

VADODARA : આપણે ત્યાં મોટાભાગે સનાતન ધર્મના દેવી દેવતાઓ ના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રધ્ધા ના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે પરંતુ વડોદરા (VADODARA) ની નજીક દેણા ગામે આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવ ને પૂજવા પગથિયાં ચઢીને નહીં પણ ઉતરીને જવું પડે છે.

Advertisement

મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત

વડોદરા નજીક આવેલા દેણા ગામથી બે કિલોમીટરના અંતરે અને વિશ્વામિત્રીના કિનારે આવેલુ વ્યાસેશ્વર મહાદેવ મંદિર દેણા ગામમાં આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે દૂઝણી ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળ્યું વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી.

Advertisement

સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું

આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઇવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાડ થઇને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવે જાણે કે, દેણા અને દુમાડ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે.

ગાય ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે

મંદિર વિશે જણાવતા મનીષભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, આ સ્થળ માટે બે શ્રધ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા એને માટે ની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂઝણી ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી.આ અંગે વણીકે ગાયો ચારનાર ગોવાળિયા ની પૃચ્છા કરી તો અચરજ ની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે ત્યારે એના થાનમાં થી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિક ને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયા એ એને રૂબરૂ આવી ખાત્રી કરવા કહ્યું.રૂબરૂ માં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું.

Advertisement

દેખરેખ હેઠળ વધુ ઉંડે સુધી ખોદાવ્યું

તે રાત્રે શિવજી એના સપનામાં આવ્યાં અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ, આસ્થાવાન વણિકે ખૂબ બધાં મજૂરો ને કામે લગાડી ખૂબ ઉંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું.એટલે મજૂરો એ ખોદકામ પડતું મૂક્યું.એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યાં અને ફરી થી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઉંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં જ શિવજી ની સ્થાપના કરતાં તેઓ જાણે કે પાતાળલોકમાં વસ્યા.ખોદાણ દરમિયાન કોદાળી નો એક ઘસરકો શિવલિંગ ને વાગ્યો જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે.

વ્યાસેશ્વરનો અર્થ થાય છે વ્યાસ+સ્વર

બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહી બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વર ની ઓળખ મળી છે.
મનીષભાઇ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યાસેશ્વરનો અર્થ થાય છે વ્યાસ+સ્વર. વ્યાસેશ્વર ભગવાન શિવના એક સ્વરમાંથી જે સ્વર ઉત્પન્ન થયો તેને વ્યાસેશ્વર કહેવામાં આવે છે. મંદિરમાં નિત્યનિયમ સવારથી સાંજ સુધી ધુપ, દિપ, નૈવેદ્ય, પૂજન, અર્ચન કરવામાં આવે છે. સાંનિધ્યના દેવતા ઉમેશભાઇ ભગુભાઇ ગીરી વર્ષોથી આ મંદિરમાં હ્રદયરૂપી સેવા આપી રહ્યા છે.

શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું

આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી પરંતુ એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે.ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે જ્યાં પવિત્ર તુલસી નો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે.દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં બેસીને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. શિવાલય એ સાંસારિક વ્યાધિઓ મનને વિચલિત કરે ત્યારે દેવાધિદેવ ના સાનિધ્યમાં બેસી ને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વર ની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે.

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં તબિબો દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન, વિરોધ જારી

Tags :
Advertisement

.