Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વેમાલી સ્મશાન તરફ જતા રસ્તાની હાલત દયનીય

VADODARA : વડોદરા (VADODARA) ના વેમાલી વિસ્તારમાં આવેલા સ્મશાન સુધી પહોંચવામાં સ્થાનિકોને ભારે જ હાલાકી ભોગવી પડી રહી છે. સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે જો કોઇ કાર જાય તો ત્યાં રસ્તામાં ફસાઈ જાય. આમ, મર્યા બાદ...
vadodara   વેમાલી સ્મશાન તરફ જતા રસ્તાની હાલત દયનીય

VADODARA : વડોદરા (VADODARA) ના વેમાલી વિસ્તારમાં આવેલા સ્મશાન સુધી પહોંચવામાં સ્થાનિકોને ભારે જ હાલાકી ભોગવી પડી રહી છે. સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે જો કોઇ કાર જાય તો ત્યાં રસ્તામાં ફસાઈ જાય. આમ, મર્યા બાદ પણ સ્મશાને પહોંચતા સુધીમાં મૃતકની નનામીને તંત્રના પાપે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

ટ્રેક્ટર પલટી ગયું

તાજેતરમાં વેમાલીના સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે તંત્રનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા આનુસાર, ટ્રેક્ટર દ્વારા મૃતકના શરીરને સ્મશાન ભૂમિ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું તે સમયે ખરાબ અને કાદવ કીચડ વાળા રસ્તા ને કારણે ટ્રેક્ટર પલટી ગયું હોવાનું સામે આવ્યું છે. વરસાદી ઋતુમાં સ્થાનિકો માટે સ્મશાન ભૂમિ તરફ ચાલીને જવું અશક્ય બન્યું છે.

ચૂંટણી સમયે નેતાઓ દેખાય છે

સ્થાનિકોએ ઉમેર્યું કે, થોડા સમય પહેલા આશરે રૂ. 10 લાખનો ખર્ચ તંત્ર દ્વારા આ રસ્તા માટે કરવામાં આવ્યો હતો. અને આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ આ રસ્તે આવી પરિસ્થિતિ સર્જાઇ હોય તો તંત્રની કામગીરી પર સવાલો ઊભા થાય છે. ફક્ત ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા માટે આવતા હોય છે ત્યારબાદ વેમાલી વિસ્તારમાં નેતાઓ કોઈ સ્થાનિક લોકોના કામ માટે ફરકતા પણ નથી.

Advertisement

...તો ઉગ્ર આંદોલનની ચિમકી

આ મામલે લોકોના આક્રોષને પારખીને સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે, જો આવતા 48 કલાકમાં વેમાલી સ્મશાન ભૂમિ તરફ જતા ના રોડનું કામકાજ ચાલુ નહીં થાય તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિકાસ કઇ દિશા તરફ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસામાં ખરાબ રસ્તા, ભૂવાઓ, પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા વડોદરાનો વિકાસ કઇ દિશા તરફ આગળ વધી રહ્યો છે, તેવો અંદાજો લગાડવો સરળ છે. વેમાલી વિસ્તારના લોકોની સમસ્યા દુર કરવા માટે તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પોલીસ વાનમાં જગ્યા ઓછી પડે તેટલા જુગારિયા પકડાયા

Tags :
Advertisement

.