VADODARA : મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જતા મોટો ભૂવો પડ્યો, કોર્પોરેટર દોડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના રસ્તે મસમોટો ભૂવો પડ્યો છે. આ ઘટના સામે આવતા સ્થાનિક કોર્પોરેટર દોડ્યા છે. શહેરમાં ચોમાસાની રૂતુમાં પણ વગર વરસાદે હવે એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા સામે આવતા પાલિકાની રોડ શાખાની આબરૂનું ધોવાણ થયું છે. આ ભૂવાની આસપાસ તિરાડો જોવા મળતા આ ભૂુવો વધુ મોટો થાય તો નવાઇ નહી. આ ભૂવામાં એક કાર ફસાઇ હોવાનું ફાયર બ્રિગેડને કોલ મળતા તેઓ પણ દોડ્યા હતા. જો કે, સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી હતી.
લોકોમાં આશ્ચર્ય ફેલાયું
વડોદરામાં ચોમાસાની રુતુમાં રોડ-રસ્તા પર પડતા ભૂવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલાથી શરૂ થયેલો સિલસિલો આજદિન સુધી ચાલું છે. સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના રસ્તે મોટો ભૂવો પડ્યો છે. વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો જારી જ છે. .
કારને જેમ તેમ કરીને પહેલા જ બહાર કાઢી લેવામાં આવી
વાસણા રોડ પર મનીષા સોસાયટીની પાસે ભૂવો પડ્યો છે. આ ઘટના અંગે જાણ થતા જ કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી તાત્કાલીક ઘટના સ્થળ દોડી આવ્યા છે. અને ભૂવાનું રીપેરીંગ કાર્ય શરૂ કરવા માટે પાલિકાના સંબંધિત અધિકારીઓને જાણ કરી છે. તેમનું માનવું છે કે, રોડની નીચેથી પાણીની લાઇન પસાર થઇ રહી છે. તેમાં કોઇ ગડબડ થવાના કારણે આ ભૂવો પડ્યો હોઇ શકે છે. ભૂવામાં કાર ફસાઇ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. જો કે, કારને જેમ તેમ કરીને પહેલા જ બહાર કાઢી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
રોડ શાખાની આબરૂનું ધોવાણ
આ ભૂવાની આસપાસ તિરાડો જોવા મળી રહી છે. જેના કારણે આગામી સમયમાં આ ભૂવો મોટો થાય તો નવાઇ નહીં. હાલ ભૂવાની આસપાસ બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે. હવે આ ભૂવો કેટલા સમયમાં રીપેર થાય છે, તે જોવું રહ્યું. ભૂવાના કારણે ખાસ કરીને પાલિકાની રોડ શાખાની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે, તેવો શહેરીજનોનો મત છે.
આ પણ વાંચો -- VADODARA : ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસો વધ્યા, પાલિકાનું સઘન ચેકીંગ જારી