Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મકાનની જગ્યાએ ફ્લેટના બાંધકામનો પુરજોશમાં વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના વારસિયા ધોબી તળાવ પાસે આવેલી ઈન્દ્રલોક ટાઉનશીપ -2 માં બે મકાનોની જગ્યાએર 21 ફ્લેટના બાંધકામનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. અને આ બાંધકામ દૂર કરવા માંગણી કરી હતી. સ્ટે આવી ગયા બાદ પણ...
vadodara   મકાનની જગ્યાએ ફ્લેટના બાંધકામનો પુરજોશમાં વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના વારસિયા ધોબી તળાવ પાસે આવેલી ઈન્દ્રલોક ટાઉનશીપ -2 માં બે મકાનોની જગ્યાએર 21 ફ્લેટના બાંધકામનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. અને આ બાંધકામ દૂર કરવા માંગણી કરી હતી. સ્ટે આવી ગયા બાદ પણ ફરીથી આ કામગીરી શરૂ થતાં ઘરો વાઈબ્રેશન મારતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હોવાનું આ તબક્કે સામે આવ્યું છે.

Advertisement

બાંધકામથી પાણી અને ડ્રેનેજ નો પ્રશ્ન ઉભો થશે

વડોદરાના વારસિયા ધોબી તળાવ પાસેના વિદ્યાનગર સામે ઈન્દ્રલોક ટાઉનશીપ -2 માં બે મકાનોની જગ્યા પર 21 ફ્લેટ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. જેની સામે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ વાંધો ઉઠાવી એકસુરે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ લગાવેલા આરોપ અનુસાર, આ બાંધકામથી પાણી અને ડ્રેનેજ નો પ્રશ્ન ઉભો થશે. વરસાદી કાંસ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. દર વખતે ચોમાસામાં અહીં પાણી ભરાય જાય છે. આ બંધકામથી વિવિધ સમસ્યા ઉભી થશે. અધિકારીઓની મિલીભગતથી કાંસને અડીને જ આ ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે.

21 ફ્લેટ કેવી રીતે બની શકે ?

સ્થાનિક મનોજ સન્મુખદાસ નાનકાનીએ મીડિયાને જણાવ્યું કે, અમારો વિરોધી એક જ છે કે, રેસીડેન્સીયલ એરિયામાં બે મકાનની જગ્યાએ 21 ફ્લેટ ના થવા જોઈએ. પાણી-ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ થશે તો કોણ સોલ્વ કરશે ? અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. પાછળ કાંસ છે અને કાંસ પણ છલોછલ થઇ જાય છે. આ વખતે જ્યારે વરસાદ પડ્યો તો સોસાયટીમાં પાણી આવી ગયું હતું. અમારે એક જ સૌથી મોટો વિરોધ છે કે, 21 ફ્લેટ કેવી રીતે બની શકે ? બિલ્ડર એવું કહે છે કે,અમારી પાસે રજા ચિઠ્ઠીથી માંડીને બધું જ છે, તો અમારી પાસે પણ બધું છે. અમે પણ ટાઉન પ્લાનિંગ માંથી બધી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ નથી મળી. વર્ષ 2023 માં પણ એમણે કામ શરૂ કર્યું હતું? ફરી સ્ટે આવ્યો. તરત જ કોર્પોરેશન હરકતમાં આવી હતી. એના પછી અત્યારે ફરીથી આ કામ શરૂ કર્યું છે. આ કામગીરી ચાલુ કરી છે. એના કારણે અમારા મકાનો વાઇબ્રેશન મારી રહ્યા છે. જો અમારા મકાન પડી જશે તો કોની જવાબદારી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દબાણખોરની ધમકી, "અરજી પાછી ખેંચી લે, નહી તો ગામ છોડાવી દઇશ"

Advertisement
Tags :
Advertisement

.