Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વડુ પોલીસ મથકમાંથી 28 બિનવારસી વાહનો મળ્યા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા વડુ પોલીસ મથક (VADU POLICE STATION) માં વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનોના મુદ્દામાલના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ મથકમાં નોંધાયેલા ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ તથા પ્રોહીબીશનના ગુનાના વાહનો પૈકી...
vadodara   વડુ પોલીસ મથકમાંથી 28 બિનવારસી વાહનો મળ્યા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા વડુ પોલીસ મથક (VADU POLICE STATION) માં વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનોના મુદ્દામાલના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ મથકમાં નોંધાયેલા ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ તથા પ્રોહીબીશનના ગુનાના વાહનો પૈકી કુલ 28 વાહનો બિનવારસી હોવાનું મળી આવ્યું હતું. તમામના રેકોર્ડ અંતે ખાતરી કરતા કંઇ હાથ લાગ્યું ન્હતુ. આખરા આ મામલે વડુ પોલીસ મથકમાં આ અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ આ મામલાની તપાસ વડુ પોલીસ મથકના પીઆઇ કરી રહ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

Advertisement

કોઇ રેકોર્ડ મળી આવ્યો ન્હતો

તાજેતરમાં વડુ પોલીસ મથકમાં વાહનના મુદ્દામાલની નિકાલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં વાહનોનું વર્ગીકરણ કરતા લાંબા સમયથી વડુ પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલા વાહનોના મુદ્દામાલનું ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ તથા પ્રોહીબીશનના ગુનાના મુદ્દામાલ રજીસ્ટરે, એમ. વી. એક્ટ - 2017 મુજબ રજીસ્ટરે તથા અન્ય સરકારી રેકોર્ડની ખાત્રી કરાવીને તપાસ કરાવતા ટુ વ્હીલર, રીક્ષા, ટ્રક મળી કુલ 28 વાહનોનો કોઇ રેકોર્ડ મળી આવ્યો ન્હતો. અને તમામ બિનવારસી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું.

અંદાજીત કિંમત રૂ. 4.12 લાખ

જેથી આ બિનવારસી વાહનોની પ્રાથમિક તપાસ અર્થે ગતરોજ GPACT કલમ 82(2) મુજબ પંચનામાની વિગતો મેળવવામાં આવી છે. આ તમામ વાહનોની અંદાજીત કિંમત રૂ. 4.12 લાખ આંકવામાં આવી છે. જે બાદ વાહન નિકાલ ઝુંબેશને આગળ વધારવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

PI ને સોંપાઇ તપાસ

આ મામલે વડુ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે બાદ વધુ તપાસ વડુ પીઆઇ એમ. આર. ચૌધરીને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : HR મેનેજરની ધુલાઇ, કર્મીઓએ કહ્યું, "જેલનો ડર નથી"

Advertisement

Tags :
Advertisement

.